________________
૨૪૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ - તેમ પાપકર્તા મનુષ્ય પણ - ગુરુ પાસે પોતાના પાપોની આલોચના અને નિંદા કરવાથી. – કર્મનો ભાર ઓછો થતા ઘણો હળવો બની જાય છે. ૦ આ કથનને સૂત્રકારના શબ્દો દ્વારા જ સમજવા પ્રયત્ન કરીએ૦ થપાવો - કરેલા પાપવાળો, પાપકર્તા, પાપી. - પવિ એટલે પાપ.
૦ યે - કૃત, કરેલા ( “પાપ” શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૩ર “અઢાર પાપસ્થાનક' જોવું સૂત્ર-૧ “નવકાર મંત્ર'માં તથા સૂત્ર-૬ “ત ઉત્તરી”માં પણ તેની વ્યાખ્યા અપાયેલ છે તે જેવી.)
– અર્થદીપિકા-વૃત્તિમાં જણાવે છે કે, પાપ એટલે
– “પુણ્યનું શોષણ કરે અથવા જીવરૂપી વસ્ત્રને મલિન કરે કે રજવાળુ કરે તેને પાપ કહે છે.”
– આ પાપનો એક પર્યાય શબ્દ છે અશુભકર્મ. આ “અશુભકર્મ" શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૧૦ “સામાઈય વયજુરો” જોવું.
- આ પાપ અથવા અશુભ કર્મ પ્રકૃત્તિ-૮૨ પ્રકારે છે. તે આ રીતે(૧) પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ
– પ્રકૃત્તિ-૫ (૨) નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ
– પ્રકૃત્તિ-૯ (૩) પાંચ પ્રકારનું અંતરાય કર્મ
– પ્રકૃત્તિ-૫ (૪) છવ્વીસ પ્રકારનું મોહનીય કર્મ
- પ્રકૃત્તિ-૨૬ (૫) અસાતા વેદનીય કર્મ
– પ્રકૃત્તિ-૧ (૬) નરક આયુષ્ય કર્મ
– પ્રકૃત્તિ-૧ (૭) નીચ ગોત્ર કર્મ
– પ્રકૃત્તિ-૧ (૮) નામ કર્મની ૩૪
– પ્રકૃત્તિ-૩૪ નરક ગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યચઆનુપૂર્વી, એકેન્દ્રિય-બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય એ ચાર જાતિ, અસવિહાયોગતિ, પહેલા સિવાયના પાંચે સંઘયણ, પહેલા સિવાયના પાંચે સંસ્થાનો, અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉપઘાત નામકર્મ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુઃસ્વર, દુર્ભાગ, અનાદેય અને અપયશ એ દશ નામકર્મ.
કર્મોની ઉત્તરપ્રકૃત્તિની દૃષ્ટિએ આ ૮૨ ભેદોને કર્મગ્રંથમાં, નવતત્ત્વ પ્રકરણમાં, લોકપ્રકાશ આદિમાં ‘પાપ પ્રકૃત્તિ’ કહેલ છે. જો ઝીણવટથી તેની મૂળ પ્રકૃત્તિનો વિચાર કરો તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચારે મૂળપ્રવૃત્તિઓ બધી જ પાપ પ્રકૃત્તિ છે. તેથી “જીવ સમયે સમયે સાત પ્રકારની કર્મપ્રકૃત્તિનો બંધ કરે છે.” એ કથન મુજબ પુન્યપ્રકૃત્તિનો બંધ થાય કે સર્વથા ન પણ થાય, પરંતુ પાપપ્રકૃત્તિનો બંધ તો પ્રત્યેક સમયે વત્ત-ઓછા અંશે પણ ચાલુ જ રહે છે. તેથી શ્રાવકને “જ્યપાવો’ કરેલા અલ્પ પાપવાળો - કહેવું તે યોગ્ય છે.