________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૯, ૪૦
૨૩૯ વૈદ્યક શાસ્ત્રના વિશારદો માત્ર સામાન્ય રોગ મટાડનારા જ હોતા નથી, પણ તેઓ મંત્ર અને મૂલના ઉપયોગમાં પણ નિષ્ણાત હોય છે. પરિણામે ગમે તેવા પ્રકારના ઝેરથી વ્યાપ્ત થયેલા શરીરને પણ તેઓ પોતાની મંત્રશક્તિ અને જડીબુટ્ટી (વિશિષ્ટ ઔષધરૂપ મૂળીયા) વડે શરીરમાંથી ઝેરને દૂર કરી દેવા સમર્થ હોય છે. એ રીતે વિષગ્રસ્ત માણસને વિષરહિત બનાવી દે છે.
તે જ પ્રમાણે જે શ્રાવક વ્રતને ધારણ કરનાર છે, શીલવંત અને ગુણવંત છે, જુવ્યવહારી છે, ગુરુની શુશ્રુષા કરનારો છે તેમજ પ્રવચન (કૃત)માં કુશળ છે, તે આલોચના, નિંદા, ગોંદિના યથાર્થ મર્મને જાણનાર હોય જ છે. તેથી પ્રતિક્રમણનો વિધિ એવી કુશળતાપૂર્વક આચરે છે અને આદરે છે કે જેથી રાગ અને દ્વેષરૂપ સર્પો દ્વારા તેના શરીરમાં વ્યાપેલ આઠે પ્રકારના કર્મો રૂપી ઝેરને નિસત્વ નબાવી દૂર કરી દે છે. પરિણામે તેનો આત્મા કર્મરૂપી વિષથી રહિત બનીને અનંતજ્ઞાનાદિને પ્રગટ કરે છે.
આ રીતે પ્રતિક્રમણની વિધિ અને બહુમાનપૂર્વક થતી ક્રિયા એ કોઈ સામાન્ય ઉપાય કરતા ક્રિયાકાંડ માત્ર નથી, પણ અચિંત્ય પ્રભાવ ધરાવતું એક અદ્ભુત આયોજન છે કે જેના પરિણામે મનુષ્ય જીવનના મહાન્ ઉત્કર્ષને સાધી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યાય-૨માં ગાથાક્રમ-૧૧૨૪માં આ વાતની પુષ્ટી કરતો એક પ્રશ્નોત્તર છે. તે આ પ્રમાણે–
હે ભગવન્! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ?
પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને બંધ કરે છે. આશ્રવોનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે, સમિતિ ગુણિરૂપ આઠ પ્રવચન માતાઓના આરાધનમાં સતત ઉપયુક્ત રહે છે, સંયમ યોગમાં અપૃથકૃત્વ થાય છે અને સન્માર્ગમાં સમ્યક્ સમાધિસ્થ થઈને વિચરણ કરે છે.
આવો સમ્યક્ સમાધિસ્થ વિચરણ કરતો જીવ કર્મના ભારથી કેવો હળવો થઈ જાય તે વાત હવેની ગાથા-૪૦માં જણાવે છે.
૦ ગાથા-૪૦ની ભૂમિકા :
પ્રતિક્રમણ-ક્રિયામાં માત્ર પ્રતિક્રમણ' થાય એવો શબ્દાર્થ નથી લેવાનો. કેમકે આ છ પ્રકારના આવશ્યકથી યુક્ત એવું સુંદર અનુષ્ઠાન છે. સામાયિક નામના પહેલા જ આવશ્યકને આદરતી વખતે તે પડિક્કમામિ' શબ્દની સાથે “નિંદામિ અને ગરિરામિ" શબ્દો પણ બોલે છે. અર્થાત્ નિંદા અને ગર્ણો પણ કરે છે અને પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્ત સૂત્ર) બોલતા પહેલા તે “આલોચના' પણ કરે જ છે. એ રીતે આલોચના અને નિંદા કરતો શ્રાવક પ્રતિક્રમણ દ્વારા શું પામે ? તે આ ગાથામાં જણાવેલ છે.
- જેમ ભાર ઉતર્યો હોય તેવો ભારવાહક-મજુર, - ઘણો જ હળવો થઈ જાય (ભારવિહિન થઈ જાય),