________________
૨ ૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
માનસમાં કર્મનો બંધ થાય છે.
• ઉત્તમંતો - આલોચતો, ગુરુ સમક્ષ પ્રગટ કરતો.
– આ આલોચના શબ્દના અર્થ અને વિવેચન માટે સૂત્ર-૩૦માં ઉલ્લેખ છે, તે જોવો.
નિયંતી - નિંદતો, આત્મસાક્ષીએ નિંદા કરતો.
- નિં ક્રિયાપદનો ઉપયોગ સૂત્ર-૯ ‘કરેમિભંતે'માં થયો છે, સૂત્ર-૨૯ “વાંદણા સૂત્રમાં પણ થયો છે. ત્યાં જોવું.
• વિવું પડ્ડ - જલદીથી હણે છે, શીઘ્રતાથી ક્ષય કરે છે. ૦ મુસાફ - સુશ્રાવક, સારો શ્રાવક.
“' શબ્દનો સામાન્ય અર્થ “સારો' થાય છે. પણ વધુ યોગ્ય અર્થ “સખ્ય” છે. સમ્યક્ શ્રાવક. ગુણસ્થાનકને આશ્રીને જ્યારે શ્રાવકનો અર્થ વિચારીએ તો જે “અવિરતિ સમ્યગદષ્ટિ” છે તે ચોથા ગુણસ્થાનકે હોય છે અને જે દેશવિરતિધર છે તે પાંચમાં ગુણસ્થાનકે હોય છે. આ કથનને સ્વીકારીને કહીએ તો ભાવથી જેઓ સમ્યક્ત્વ કે વિરતિને સ્પર્શના કરી રહ્યા છે અથવા તે તરફની અત્યંત રુચિવાળા છે તેવા “ભાવશ્રાવકને અહીં સુશ્રાવક અર્થમાં જાણવો.
– વૃત્તિકારે પણ “શું' પદને “પ્રશંસાવાચી' ગણાવેલ છે. તે માટેનો સાક્ષીપાઠ આપીને રત્નશેખરસૂરિજી જણાવે છે કે
ભાવશ્રાવક માટે છ સ્થાન કહ્યાં – (૧) વ્રતકર્મ કરનાર અર્થાત્ વ્રતધારી, (૨) શીલવંત, (૩) ગુણવંત, (૪) ઋજુવ્યવહારી અર્થાત્ માયારહિત વ્યવહાર વાળો, (૫) ગુરૂની શુશ્રુષા કરનાર અને (૬) પ્રવચન કુશળ એ છ ગુણવાળાને નિશ્ચયથી ભાવશ્રાવક જાણવો.
૦ ગાથા-૩૮ અને ૩૯ત્નો રહસ્યાર્થ :
– અહીં ગાથાના પરસ્પર સંબંધની વિચારણા આવશ્યક છે. પૂર્વે સૂત્રકારે ગાથા-૩૬માં જણાવ્યું કે શ્રાવક સમ્યગૃષ્ટિ હોવાથી આરંભના કાર્યો કરે તો પણ નિર્ધ્વસપરિણામી ન હોવાના કારણે અલ્પ કર્મનો બંધ કરે છે. તે અલ્પકર્મના બંધને પણ તે સમ્યગદૃષ્ટિ જીવ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત વડે ક્ષય કરી દે છે. એ વાતની પુષ્ટિ માટે સૂત્રકારે સુશિક્ષિત વૈદ્યનું દૃષ્ટાંત આપ્યું કે જેમ સુશિક્ષિત વૈદ્ય હોય તે ખાંસી, દમ, તાવ વગેરે વ્યાધિનું શમન કરી દે છે, તે જ રીતે પ્રતિક્રમણ કરનાર સમ્યગદષ્ટિ આત્મા અલ્પકર્મબંધનું જલ્દી ઉપશમન કરી દે છે.
તેથી પ્રશ્ન એ થાય કે શું કર્મનો બંધ એ અલ્પમાત્ર વિષ જેવો કે આવતા એવો રોગ જેવો નથી ? દેહમાં થોડું પણ વિષ વ્યાપ્ય હોય કે રોગના સામાન્ય ચિન્હો પણ દેખાય, તો પરિણામે તે કેટલાં ભયંકર નીવડે છે ? તો તેનું નિવારણ “પ્રતિક્રમણ' જેવા સામાન્ય ઉપાયોથી થાય ખરું ? તેનો ઉત્તર સૂત્રકાર સ્વયં આ ગાથા-૩૮, ૩૯માં આપે છે.