________________
વિંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૮, ૩૯
૨ ૩૭
ફર્યા. ડોશી એકલી જ વિલાપ કરતી રહી.
દીકરાની પાસે બેઠા-બેઠા ડોશી, હે વત્સહંસ હે વત્સ હંસ ! એમ વારંવાર ઊંચા અવાજે વિલાપ કરવા લાગી. પછી ડોશી માત્ર હંસ ! હંસ ! એમ બોલવા લાગી. એમ કરતાં આખી રાત્રિ પસાર થઈ ગઈ. પ્રભાતે જ્યારે સૂર્યનો ઉદય થયો ત્યારે હંસ સાજો થઈ ગયો. મા આનંદિત થઈ ગઈ. ડોશી અને હંસ ઘેર આવ્યા. મંત્રવાદીઓ પણ આ વાત જાણીને વિસ્મય પામ્યા. ડોશીને તેઓ પૂછવા લાગ્યા કે, તે કયા ઇલાજથી તારા દિકરાને સાજો કર્યો ? ડોશીએ કહ્યું કે, મેં તો કાંઈ ઇલાજ કર્યો નથી. માત્ર હું હંસ, હંસ બોલીને વિલાપ કરતી જ્યારે થાકી ગઈ ત્યારે, સૂર્યોદય થયો અને મારો દિકરો હંસ ઉઠીને બેઠો થયો.
આ વાત સાંભળીને, મંત્રવાદીઓ સમજ્યા કે, ગારૂડમંત્રમાં “હંસ' જ બીજ મંત્રાલર છે, આ ડોશી અજાણતાં છતાં પણ પોતાના દિકરાનું નામ પણ હંસ હોવાથી, તે જ બીજમંત્ર આખી રાત્રિ બોલી અને તે “હંસ” મંત્રબીજના પ્રભાવથી, ડોશીનો દિકરો હંસ સાજો થઈ ગયો. “હંસ' અક્ષરથી ઝેર ઉતરી ગયું. બીજાક્ષરનો આ મહિમા છે.
આ જ પ્રમાણે “પ્રતિક્રમણ કરતાં અજાણપણે પણ પાપનો કર્મનો ક્ષય થઈ જાય છે.
૦ હવે ગાથા-૩૯માં આ ગાથા-૩૮માં અપાયેલી ઉપમાનો ઉત્તરાર્ધ સૂત્રકાર મહર્ષિ પોતાના શબ્દોમાં જણાવે છે
• પર્વ - એમ, એ પ્રકારે, એ જ રીતે. • નવદં - આઠ પ્રકારના કર્મોને.
૦ રુક્મ એટલે કર્મ - આત્માની શક્તિઓને આવરનાર એવા પુદ્ગલ વિશેષ
૦ પ્રક્રુવિદ - આઠ પ્રકારના કર્મોના પ્રકૃત્તિ ભેદથી મુખ્ય આઠ પ્રકારો પ્રસિદ્ધ છે તે આ પ્રમાણે–
(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર, (૮) અંતરાય.
• રાજ-રોસ-સજ્ઞિi - રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલ
- આ પદનો સંબંધ “અઠવિાડું કમૅ” સાથે છે. રાગ-દ્વેષથી ઉપાર્જને કરેલ એવા આઠ પ્રકારના કર્મો.
૦ રા- આ પદની વ્યાખ્યા સૂત્ર-૩૨ “અઢાર પાપ'માં જોવી. ૦ લેપ - આ પદની વ્યાખ્યા સૂત્ર-૩૨ “અઢાર પાપ'માં જોવી.
૦ ઝિમ્ - સમર્જિત. સારી રીતે સંપાદન કરેલ, ઉપાર્જિત કરેલ, સંચિત કે એકઠાં કરેલ.
– અહીં કર્મબંધનના હેતુ રૂપે રાગ-દ્વેષ એ બંનેની જ મુખ્યતા કહી છે. - તૈલાદિ વડે મર્દન કરેલ શરીરને જેમ રજ વળગે તેમ રાગદ્વેષથી આકુલ