________________
૨૩૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
નિષ્ણાતો. ઉપલક્ષણથી યંત્ર-તંત્રના જાણકારો.
૦ મંત- મંત્ર, ગારૂડ આદિ વિષને હરતા એવા મંત્રો.
૦ મૂન - મૂળ, કાકડી-કડવી તુંબડી - ઘિસોડી વગેરેના મૂળીયા અથવા વિષનું નિવારણ કરતી જડીબુટ્ટીઓ.
વિસાર) - વિશારદ અર્થાત્ કુશળ, નિપુણ, દક્ષ, જ્ઞાતા. – આ “મંત-મૂલ-વિસારય' એ “
વિજ્જા" શબ્દનું વિશેષણ છે. • વિજ્ઞા - વૈદ્યો. ગુરૂથી આમ્નાય અને અભ્યાસને જેઓએ પ્રાપ્ત કરેલો છે તેવા (નિપુણ) વૈદ્યો કે મંત્રવાદીઓ.
– પ્રાચીન કાળમાં વૈદ્યો જડીબુટ્ટીની સાથે સાથે મંત્રના પણ જ્ઞાતા હતા. તેઓ મંત્ર અને જડીબુટ્ટી બંનેથી ઉપચારો કરતા હતા. તે કારણે અહીં સૂત્રકારે વૈદ્યો માટે “મંત્ર-મૂલ-વિશારદ” એ પ્રકારનું વિશેષણ સૂત્રમાં પ્રયોજેલ છે.
– ઉત્તરાધ્યયન સૂત્ર નામક આગમમાં વીસમાં અધ્યયનના ૭૩૪માં શ્લોક આ વાતનો સાક્ષી પાઠ પણ મળે છે–
તે વખતે વિદ્યા અને મંત્ર દ્વારા ચિકિત્સા કરનાર ચિકિત્સક એવા આચાર્યો મારે ત્યાં આવ્યા કે જેઓ અદ્વિતીય શાસ્ત્રકુશલ/શાસ્ત્ર કુશલ તથા મંત્ર-મૂલમાં વિશારદ હતા. (મહાનિર્ગથીય નામક આ અધ્યયનમાં અનાથી મુનિ શ્રેણિક રાજાને પોતાનું-અનાથપણું સમજાવતી વખતે આ વાક્ય બોલ્યા હતા.)
• પ્રતિ મહિં - મંત્રો વડે હણે છે - ઉતારે છે. • તો હં - તેથી તે (જેના શરીરમાં ઝેર વ્યાપેલું છે તે) • હવે નિદ્વિસં - નિર્વિષ - વિષરહિત થાય છે. ૦ નિવાં - જેમાંથી વિષ-ઝેર ચાલ્યું ગયું છે તે. અથવા નિર્વિષ એટલે વિષથી રહિત થવું તે.
- વૃત્તિકાર મહર્ષિ રત્નશેખરસૂરિજી જણાવે છે કે, અહીં એ વિચારવાનું છે કે, જેને ઝેર ચઢેલ છે, તે મનુષ્ય મંત્રાલરોનો અર્થ કાંઈ જાણતો નથી. માત્ર મંત્રાલરો સાંભળે છે. છતાં તેનું ઝેર જેમ ઉતરી જાય છે તેમ ગણધરાદિ પૂજ્યશ્રી દ્વારા ગુંફિત એવા પ્રતિક્રમણ સૂત્રના મંત્રાક્ષર સમાન અક્ષરોના અર્થોને કદાચ ન પણ જાણતો હોય, તો પણ તેમાં રહેલ અચિત્ય શક્તિ વડે શ્રાવકને ચડેલ અલ્પ પાપરૂપ ઝેર પ્રતિક્રમણથી ઉતરી જાય છે. કેમકે મણિ, મંત્ર, ઔષધિ આદિનો પ્રભાવ અચિંત્ય હોય છે.
૦ મંત્રશક્તિ વિષયમાં એક ડોશીનું દષ્ટાંત :
એક ગામમાં એક ગરીબ ડોશી રહેતી હતી. તેનો હંસ નામનો એક દીકરો હતો. તે લોકોના વાછરડાં ચારવા જતો હતો. એક વખત તે ગોચરભૂમિથી ઘેર આવતો હતો, તે વખતે તેને કોઈ સર્પ ડસ્યો. તેનાથી તે બેભાન થઈને પડી ગયો. માતાને આ વાતની ખબર પડી. ગારૂડી-મંત્રવાદી પુરુષને બોલાવી, હંસ જ્યાં પડેલો હતો ત્યાં લઈ ગઈ. દીકરાને મડદાં માફક પડેલો જોઈને બધાં મંત્રવાદીઓ પાછા