________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન ગાથા-૩૭, ૩૮
૨૩૫
- પ્રતિક્રમણમાં આલોચના, નિંદા, ગષ્ઠ, મિથ્યાદુષ્કતું, તપ, કાયોત્સર્ગ ઇત્યાદિ સર્વે ક્રિયાઓનો સમાવેશ થાય છે. જેના વડે કર્મનો અલ્પબંધ પણ તૂટી જાય છે.
૦ ગાથા-૩૮માં ગાથા-૩૭ના કથનની જ પુષ્ટિ દૃષ્ટાંત દ્વારા સૂત્રકારે કરેલી છે અને ગાથા-૩માં તે દષ્ટાંત કે ઉપમાન નિષ્કર્ષ આપીને ગાથા-૩૮નું ઉપમાનું ઉપમેય જણાવે છે. તે આ રીતે
- જેમ શરીરમાં પ્રસરેલા વિષને. - મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વિશારદો એવા વૈદ્યો. – મંત્રો વડે હણી નાંખે છે - નિવારણ કરે છે. (કે) - જેના વડે વિષગ્રસ્ત માણસ નિર્વિષ થઈ જાય છે. – એમ - એ પ્રમાણે. ' - (ગાથા-૩૬માં કહેલા) તે અલ્પ પાપોની. – આલોચના અને નિંદા કરતો સુશ્રાવક. – રાગ-દ્વેષથી ઉપાર્જિત કરેલા આઠ કર્મોને. - શીઘ્રતાથી-જલ્દીથી હણી નાંખે છે - ક્ષય કરે છે.
આ સમગ્ર કથનને પહેલા સૂત્રકાર રચિત ગાથાના શબ્દોના વિવેચન થકી અને પછી ગાથાના રહસ્યાર્થ દ્વારા જણાવીએ છીએ.
૦ ગણા - જેમ, જે પ્રમાણે. • વિસં - વિષને, ઝેરને, વત્સનાભ કે અન્ય કોઈ ઝેર.
– વૃત્તિકાર મહર્ષિ આવા વિષના બે ભેદ કરે છે - સ્થાવર અને જંગમ. તેમાં સ્થિર એવા ઝેરી વૃક્ષો વગેરેનું વિષ સ્થાવર વિષ કહેવાય છે. જેના મૂળ, પત્ર, પુષ્પ આદિ દશ ભેદો છે.
હરતા ફરતા એવા વીંછી, સર્પો વગેરેનું વિષ જંગમ વિષ કહેવાય છે. તેના સાપ, વીંછી આદિ સોળ ભેદોછે.
આયુર્વેદમાં ઝેરના નવ પ્રકારો જણાવેલાં છે, તે આ રીતે –
(૧) વત્સનાભ, (૨) હારિદ્ર, (૩) સતુક, (૪) પ્રદીપન, (૫) સૌરાષ્ટ્રિક, (૬) ઈંગિક,(૭) કાલકૂટ, (૮) હાલાહલ, (૯) બ્રહ્મપુત્ર
આ બધાં પ્રકારના વિષો રૂલતા, ઉષ્ણતા, તીક્ષ્ણતા આદિ દસ દોષોને લીધે પ્રાણીઓનું તાત્કાલિક મરણ નિપજાવે છે.
• -યં - કોઠામાં ગયેલ, ઉદરમાં પ્રવેશેલ. – કોષ્ઠ એટલે ઉદર કે પેટ. ઉપલક્ષણથી શરીર. – “ત' એટલે ગયેલ કે પ્રવેશેલ.
- કોઈના ઉદરમાં જઈ શરીરમાં પ્રસરેલા તે સ્થાવર કે જંગમ અથવા કોઈ પણ પ્રકારના વિષ-ઝેરને જે રીતે..
• મંત-મૂત-વિસારથી - મંત્ર અને મૂલના વિશારદો, મંત્ર અને જડીબુટ્ટીના