________________
૨ ૩૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ આ “ખિપ્પ વિસામે પદોનો સંબંધ પૂર્વના ત્રણ પદો સાથે છે. (૧) સપડિક્કમણ, (૨) સપરિઆવે, (૩) સ-ઉત્તર ગુણ. સમગ્ર વાક્યનો સમુચ્ચય અર્થ છે - પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત કરનાર શ્રાવક જલ્દીથી પોતાના કર્મોને ખપાવે છે.
• વાહિદ્ય સુવિરવ વિન્નો - સુશિક્ષિત વૈદ્ય જેમ વ્યાધિને-રોગને (શાંત કરે છે, દૂર કરે છે તેમ).
- અહીં “ખિપ્પ વિસામેઈ' પદને જોડીને ઉપમા આપી છે તે આ રીતે જેમ-જે રીતે એક સુશિક્ષિત વૈદ્ય વ્યાધિ-રોગને જલ્દીથી ઉપશમાવે છે - ક્ષીણ કરે છે દૂર કરે છે તેમ... (પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત અને પશ્ચાત્તાપ પણ અલ્પ એવા કર્મબંધને દૂર કરે છે.).
૦ વાહિ વ - જેમ વ્યાધિને, જેમ રોગને –વ્યાધિ એટલે ખાંસી, દમ, તાવ આદિ વિવિધ રોગો.
૦ સુિિવશ્વમો - સુશિક્ષિત, કુશળ, સારી રીતે શિક્ષા પામેલ. અથવા સુશિક્ષિત એટલે રોગનું નિદાન અને રોગની ચિકિત્સા કરવામાં કુશળ એવો.
૦ વિન્નો - વૈદ્ય. જેની પાસે વિદ્યા છે તે વૈદ્ય કહેવાય. વિશિષ્ટ અર્થમાં કહીએ તો - જે શરીરને રોગનું નિદાન કરવાની તથા તેની ચિકિત્સા કરવાની વિદ્યાને જાણે તે વૈદ્ય કહેવાય.
૦ ગાથા રહસ્યાર્થ :
જેમ સુશિક્ષિત વૈદ્ય વમન, વિરેચન, લંઘન, બસ્તિકર્મ આદિ ઉપચારો વડે ખાંસી, દમન, તાવ વગેરે રોગોનું શમન કરી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સમ્યગદષ્ટિ જીવ પ્રાપ્ત થયેલા અલ્પબંધને પણ પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત' વડે જલ્દીથી નાશ કરી નાંખે છે.
અહીં પ્રતિક્રમણ દ્વારા આત્મનિરીક્ષણ, અતિચાર-શોધન અને પાપ નિવૃત્તિ સમજવાની છે.
૦ આત્મ નિરીક્ષણ એટલે અતિત કાળમાં વીતેલા જીવનનું બારીકાઈથી નિરીક્ષણ કરવું તે.
૦ અતિચાર શોધન - જે ક્રિયા કે પ્રવૃત્તિ કે આચરણ અતિચાર રૂપ હોય તેને જુદા તારવવા તે અતિચાર શોધન.
૦ પાપનિવૃત્તિ એટલે - આત્મનિરીક્ષણ દ્વારા જે અતિચારો શોધ્યા હોય તેમાંથી મનને નિવૃત્ત કરવું અર્થાત્ તે પાપ કે દોષથી મનને પાછું વાળી લેવું તે.
- સૂત્રમાં વપરાયેલ પરિતાપ કે પશ્ચાત્તાપ શબ્દો થકી નિંદા, ગ અને મિથ્યાદુર્કાનું સૂચન મળે છે.
૦ નિંદા - પાપને ખરાબ માનવું, વખોડવું કે નિંદવું તે. ૦ ગ : તેનો ગુરુ સમક્ષ એકરાર કરવો, દિલગીર થવું તે. ૦ મિથ્યાદુકૃત :- કરેલી ભૂલની માફી માંગવી તે.