________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિશેષ કથન
૪૧
સંખડી-જમણવારમાં જાય અને ગૃહસ્થની સ્તવના કરે તે દેશ પાસત્થા જાણવા.
(૨) વિસગ્ન - જે સધુ સમાચારીમાં સીદાય એટલે કે પ્રમાદ કરે - ખેદ કરે તેને અવસત્ર જાણવો. તેના બે ભેદ છે–
– સર્વથી અવસત્ર - ઋતુબદ્ધ પીઠફલકનો ઉપભોગી, સ્થાપના ભોજી, પ્રાકૃતિકા ભોજી હોય તે.
– દેશથી અવસત્ર - પ્રતિક્રમણ, પડિલેહણા, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, ધ્યાન, ઉપવાસાદિ, આગમન, નિર્ગમન, સ્થાન, બેસવું, શયન કરવું એ સર્વ સાધુ સામાચારી કરે નહીં કે હીનાધિક કરે કે ગુરુવચને બળાત્કાર કરે તે
(૩) ફાન - માઠા કે ખરાબ આચારણવાળો તે કુશીલ. કુશીલના ત્રણ ભેદ બતાવેલા છે–
– જ્ઞાનકુશીલ – “કાલે, વિણએ” વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારને જે વિરાધે કે સારી રીતે પાળે નહીં તે – દર્શનકુશીલ - “
નિક્સંકિય નિષ્ક્રખિય" પદ વાળી ગાથા મુજબના આઠ પ્રકારના દર્શનાચારને ન પાળે કે વિરાધે
– ચારિત્રકુશીલ - તંત્ર-મંત્ર કરે, કૌતુકાદિ કર્મ કરે, સ્વપ્ન ફળ કહે, જ્યોતિષ જણાવે, ભૂત-ભાવિના લાભાલાભ કહે, જડીબુટ્ટી કરે, પોતાના જાતિ-કુળ આદિ પ્રકાશે, સ્ત્રી-પુરુષાદિના લક્ષણ કહે, કામણ-વશીકરણ કરે, સ્નાનાદિકથી શરીર વિભૂષા કરે ઇત્યાદિ અનેક પ્રકારે ચારિત્ર વિરાધના કરે તે.
(૪) સંતરૂ - ગુણ અને દોષ એ બંને વડે જે મિશ્ર હોય તે સંસક્ત કહેવાય જેમ ગાય વગેરે પોતાને ખાવાના ટોપલામાં એઠું કે સારું ભોજન વગેરે સર્વ મિશ્ર થયેલું ખાય છે. તેમ આ સંસક્ત સાધુના મૂળગુણ - પાંચ મહાવ્રત અને ઉત્તરગુણ - (પિંડ વિશુદ્ધિ, આહાર શુદ્ધિરૂપ) ગુણોમાં તેમજ તેથી વ્યતિરિક્ત બીજા પણ ગુણોમાં ઘણાં દોષથી યુક્ત હોય છે. આ સંસક્ત'ના બે ભેદ છે
- સંક્લિષ્ટ સંસક્ત - પ્રાણાતિપાત આદિ પાંચે આશ્રવમાં જે પ્રવૃત્ત હોય, ઋદ્ધિગારવ, શાતાગારવ, રસગારવમાં આસક્ત હોય. સ્ત્રીને સેવનાર, ગૃહ આદિથી યુક્ત હોય આવા આવા દોષયુક્તને સંક્લિષ્ટ સંસક્ત કહે છે.
– અસંક્લિષ્ટ સંસક્ત - પાસત્થા વગેરે મળે ત્યારે તેના જેવા ગુણવાળો થઈ જાય અને સંવિજ્ઞ મળે તો તેના જેવા ગુણવાળો થઈ જાય. એ પ્રમાણે તે જ્યાં જાય ત્યાં તેના જેવો આચારવાળો થઈ જાય તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય
(૫) યથાઇઃ - ઉસૂત્ર પ્રરૂપણા કરે, પોતાની મતિકલ્પના પ્રમાણે અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે. અન્ય સાધુના કે શિષ્યના અલ્પ અપરાધમાં પણ વારંવાર ક્રોધ-આક્રોશ કરે, પોતાની કલ્પના પ્રમાણે આગમનો અર્થ વિચારી વિગઈ વગેરેના ઉપભોગથી સુખશીલ થઈ વિચરે ઇત્યાદિ અનેક લક્ષણવાળો તે યથાછંદ કેહવાય છે.
ટૂંકમાં પોતાની ઇચ્છા પ્રમાણે બોલે અને વર્તે છે. (ઉક્ત પાંચે પ્રકારના સાધુને અવંદનીય કહ્યા છે. જો કે આવશ્યક નિર્યુક્તિ અને તેની