________________
પર
યોનિ - ઉપજવાનું સ્થાન હણાવ્યો - મરાવ્યો – વિવેચન :
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
હણ્યો - માર્યો, હત્યા કરી અનુમોદ્યો - અનુમોદન કર્યું
(અહીં આ સૂત્ર સંબંધે સંક્ષિપ્ત વિવેચન છે. જો અતિ વિસ્તારથી આ સૂત્રનું વિવેચન જાણવું હોય તો પ્રકરણ ગ્રંથોમાં “જીવવિચાર''માં જીવના ભેદો, અવગાહના, આયુ, કાયસ્થિતિ, પ્રાણ આદિનું વિવેચન છે. ‘“દંડક પ્રકરણ''માં પણ તેની ઘણી માહિતી છે. ‘‘જીવસમાસ'' અને પંચ સંગ્રહ ગ્રંથ પણ તેમાં ઘણો પ્રકાશ પાડે છે. આ ઉપરાંત આગમ શાસ્ત્રોમાં “જીવાજીવાભિગમ’' અને “પત્રવણા''માં તો જીવસંબંધી વિપુલ માહિતી હોવાનું સુવિદિત છે જ, પણ તે ઉપરાંત આચારાંગ, દશવૈકાલિક સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીજી, ઉત્તરાધ્યયન આદિ આગમોમાં અને તત્ત્વાર્થ સૂત્રમાં પણ અનેક માહિતી મળે છે.)
૦ ભૂમિકા :- આ સૂત્રના આદ્ય પદને આધારે તેને ‘‘સાત લાખ' સૂત્ર કહે છે, પણ વાસ્તવમાં આ સૂત્ર દ્વારા ચોરાશી લાખ જીવયોનિમાં કોઈ જીવની હિંસા થઈ હોય તેની આલોચના-માફી માંગવા માટેનું આ સૂત્ર છે. તેથી તેને “જીવહિંસા આલોચના'' સૂત્ર કહે છે.
૦ યોનિ :- જેમાંથી શક્તિનો નાશ થયો નથી અને જે જીવને ઉપજવાની શક્તિએ કરીને સંપન્ન છે, તેવા જીવને ઉત્પન્ન થવાના સ્થાનને ‘યોનિ’ કહેવામાં આવે છે. આ યોનિના ત્રણ પ્રકારો ચાર રીતે કહેવાયા છે. જેમાંના પ્રથમ ત્રણ-ત્રણ ભેદ મળીને નવ ભેદો વિશેષ પ્રસિદ્ધ છે. (જુઓ ઠાણાંગ સૂત્ર-૧૪૮)
૦ ભેદ-૧ (ત્રિક) ૧-સચિત્ત, ૨-અચિત્ત, ૩-મિશ્ર. ૦ ભેદ-૨ (ત્રિક) ૧-શીત, ૨-ઉષ્ણ, ૩-શીતોષ્ણ.
૦ ભેદ-૩ (ત્રિક) ૧-સંવૃત્ત, ૨-વિવૃત્ત, ૩-સંવૃત્ત-વિવૃત્ત. ૦ ભેદ-૪ (ત્રિક) ૧-કૂર્માંત્રત, ૨. શંખાવર્ત્ત, ૩-વંશપત્રિકા.
આ પ્રત્યેક યોનિને આશ્રીને ભિન્ન ભિન્ન જીવોની ઉત્પત્તિ બતાવી છે. જેનું વર્ણન સ્થાનાંગ સૂત્ર-૧૪૮ની વૃત્તિમાં છે.
૦ યોનિ સંખ્યા-જીવને ઉત્પન્ન થવાના સ્થાનો અસંખ્ય છે પણ જેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સમાન હોય તેવાં બધાં સ્થાનોની એક ‘યોનિ” એમ ગણીએ તો આવી યોનિ સંખ્યા ૮૪ લાખની બતાવેલી છે.
°
સૂત્રોક્ત જીવ ભેદ :- જીવાજીવાભિગમ અને પત્રવણા એ બે આગમમાં જ જીવના ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિવિધ ભેદો બતાવ્યા છે. તેમાં એક પ્રકાર ઇન્દ્રિયની અપેક્ષાએ જોવા મળે છે. એ જ રીતે સંસારી જીવોના મુખ્ય બે ભેદ છે ત્રસ અને સ્થાવર. તેમ આ સૂત્ર-‘‘સાત લાખ’’માં ત્રણ પ્રકારે જીવોના ભેદનો ઉલ્લેખ જોવા મળે છે તે આ પ્રમાણે :
(૧) પહેલા સ્થાવર કાયને આશ્રીને પાંચ ભેદ છ પદોમાં મૂક્યા.
(૨) બીજા ઇન્દ્રિયને આશ્રીને જેને વિકલેન્દ્રિયરૂપે ઓળખાવાય છે, તેવા ત્રણ