________________
૭૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ અભિકાંક્ષા અથવા જેના વડે લોભાય તે લોભ
૦ લઘુ દૃષ્ટાંત :- એક સંન્યાસી તાપસ જંગલમાં રહેતો હતો. લંગોટી સિવાય તેની પાસે કંઈ ન હતું. મસ્તીથી અને નિશ્ચિત્ત થઈને તે પોતાની સાધનામાં મસ્ત હતો. કોઈ વખતે ઉંદર તેની લંગોટી કાતરી ગયો. તાપસે રાજા પાસે જઈને પોતાની સમસ્યા રજૂ કરી. રાજાએ તેને એક બિલાડી આપી અને કહ્યું કે, આ બિલાડી લઈ જાઓ, તેનાથી ઉંદર આવશે નહીં, લંગોટી કાતરશે નહીં. થોડા દિવસ ગયા, બિલાડી કમંડલમાંથી તે સંન્યાસી માટે રખાયેલ દૂધ પી ગઈ. ફરી તે સંન્યાસી પોતાની ફરિયાદ લઈને રાજા પાસે ગયો. રાજાએ તેને કુતરો આપ્યો. પણ કુતરા માટે દૂધ ક્યાંથી લાવીને પીવડાવવું?
તે તાપસ ફરી રાજા પાસે આવ્યો. રાજાએ દૂધ માટે ગાય આપી. હવે ગાયને ઘાસ કઈ રીતે ખવડાવવું? કોઈના ખેતરમાં ગાય ઘુસી જતી ત્યારે લોકો તેને મારપીટ કરતા અને સંન્યાસી પાસે આવીને તેમને પણ કંઈક સારા-ખોટા બે શબ્દ સંભળાવી જતા હતા. સંન્યાસી ફરી રાજા પાસે આવ્યો. રાજાએ તેને થોડી જમીન આપીને કહ્યું કે, આપ ખેતી કરો, ઘાસ ઉગાડો અને ગાયને ખવડાવો. સંન્યાસીએ ખેતી કરવાનું શરૂ કર્યું
' ત્યારે સંન્યાસીને કોઈ વખતે વિચાર આવ્યો કે મારા અને ગૃહસ્થમાં શો ફર્ક છે? એક લંગોટીના લોભે હું કેટલો નીચે ઉતરતો ગયો કે આજ સાધના-આરાધનાને બદલે હું ખેડૂત જેવો બની ગયો છું. લાભ વધતાં લોભ વધ્યો. લોભે મને સંન્યાસીમાંથી ગૃહસ્થ બનાવી દીધો.
૦ નવ પાપસ્થાનકને અંતે કંઈક :
પાંચ આશ્રવ-પ્રાણાતિપાત આદિ અને ક્રોધ આદિ ચાર કષાયરૂપ નવ પાપસ્થાનકોનું વિવેચન થયું જેમાં પહેલા પાંચ પાપસ્થાનકોનો ત્યાગ તેનાથી વિરમવું એ વાત પાંચ વ્રતોમાં આવે છે. જે સર્વથા પ્રાણાતિપાત આદિ પાંચેથી નિવૃત્ત થાય તો તે “સાધુ' કહેવાય જેનું વર્ણન સૂત્ર-૨માં પંઘ મલ્વયે કુત્તો માં આવ્યું. જો સ્થળથી પ્રાણાતિપાતાદિ ત્યાગે તો તે “શ્રાવક" કેહવાય, જેનું વર્ણન-અતિચારો આદિ વંદિત્તસૂત્રમાં આવશે.
ક્રોધ, માન, માયા, લોભ એ ચાર મનોદોષોને કષાય કહે છે. “કષાય” સ્વરૂપે તેનું વર્ણન સૂત્ર-૨ માં આવેલ છે. આ કષાયોનો ઉદય થવાથી આત્માનું મૂળ સ્વરૂપ મલિન થાય છે. એટલે તે વિભાવદશાને પામે છે. તેથી કષાયો પર જય મેળવવાનું શાસ્ત્રકાર સૂચવે છે. વળી ક્રોધાદિ ચારે કષાયો જીવને વિવિધ રીતે નુકસાન પહોંચાડે છે, તત્ત્વાર્થ સૂત્રકાર તો જીવોને કર્મબંધના કારણ રૂપ તત્ત્વ જ કષાયને ગણાવે છે. કષાય સંસારવૃદ્ધિનું કારણ છે.
(૧) ક્રોધથી સંમોહ થાય છે, સંમોહથી મતિવિભ્રમ પેદા થાય છે, મતિવિભ્રમ પેદા થતાં બુદ્ધિનો નાશ થાય છે કે જે આધ્યાત્મિક મૃત્યુ છે.
(૨) માનથી વિનયનો નાશ થાય છે, વિનયનો નાશ થતાં શિક્ષા-કેળવણી