________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
S
ઉલ્લેખ સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ'માં પણ છે.
– માયા કષાયના ચાર પેટાભેદો કહ્યા છે - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંવલના
- સ્થાનાંગ સૂત્ર-૪૮ વૃત્તિમાં કહ્યું, કષાય મોહનીય કર્મપુદ્ગલના ઉદયથી સંપાદિત થયેલ જીવપરિણામ વિશેષ
- નીવારી વૃત્તિ-માયા એટલે પરવચનના અધ્યવસાય – સૂર્યપ્રજ્ઞસ અને નાયાવિહી વૃત્તિ - માયા એટલે વચનબુદ્ધિ. – ઉત્તરાધ્યયન વૃત્તિ :- સ્વ-પર વ્યામોહ ઉત્પાદક શઠતા.
પત્રવMI - વૃત્તિ - માયા નિવર્તિત જે કર્મ-મિથ્યાત્વ આદિ છે તેને પણ માયા જ કહી છે.
- થાન - વૃત્તિ - પ્રચ્છન્નપણે અકાર્ય કર્યા પછી તેને ગોપવવું અને તેની આલોચના ન કરવી તે પણ માયા છે.
માયાને આગમમાં નિકૃતિ, પરવચના, અનાર્જવતાદિ કહે છે.
૦ લઘુ દૃષ્ટાંત :- રાજા પ્રદેશીને સૂર્યકાંતા નામે રાણી હતી. પહેલા તો તે પતિ પરત્વે અત્યંત પ્રેમાસક્ત હતી, પણ પ્રદેશી રાજા જ્યારથી કેશી સ્વામી પાસેથી ધર્મ પામ્યા અને વ્રતધારી બન્યા ત્યારથી રાણી તેમનાથી અસંતુષ્ટ રહેવા લાગી. રાણી નિત્ય દેહસુખથી પણ વંચિત રહેવા લાગી. તેણીને વિચાર આવ્યો કે રાજાને હવે માર્ગમાંથી હટાવી દઉં તો સમગ્ર રાજ્યશ્રીનો સ્વાદ લઈ શકું. કોઈ વખતે રાજાને આલિંગન કરવાના કપટથી પોતાના વાળ વીખેર્યા રાજાના મુખ પર પડી આલિંગન કરવાના બહાને સૂર્યકાંતા રાણીએ પોતાની આંગળીના નખોથી રાજાનું ગળું ઘોંટી નાખ્યું. રાજાને પ્રાણથી વિયોગ કરાવી દીધો. પણ આ કપટને કારણે રાણી પણ માયા કષાયનું ફળ પામી દુર્ગતિમાં ગઈ.
• નવમે લોભ :- નવમું પાપસ્થાનક “લોભ” કહ્યું છે. - લોભ એટલે તૃષ્ણા, ગૃદ્ધિ, લાલચ ઇત્યાદિ.
- લોભ કષાય મોહનીય કર્મના ઉદયથી જીવનો તૃષ્ણારૂપ પરિણામ તે લોભ ધન-વૈભવ, સત્તા-અધિકાર કે રાજ્યાદિ ઐશ્વર્ય વગેરેની સ્પૃહાનો-કામનાનો સમાવેશ આ પાપસ્થાનકમાં થાય છે.
– સ્થાનાંગ સૂત્ર-૪૮ મુજબ - કષાય મોહનીય કર્મ પુદગલના ઉદયથી સંપાદ્ય જીવ પરિણામ વિશેષ
- આ શબ્દનું વિશેષ વિવેચન જુઓ સૂત્ર-૨ “પંચિંદિય". આ શબ્દનો ઉલ્લેખ સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિના વિવેચનમાં પણ છે.
- લોભ શબ્દ માટે જીવાજીવાભિગમ, પ્રશ્રવ્યાકરણ, આચારાંગાદિ આગમોમાં વિવિધ પર્યાયરૂપ અર્થો બતાવ્યા છે. જેમકે - ગૃદ્ધિ, મૂચ્છ, આસક્તિ, ચિત્તવિમોહ, તૃષ્ણાપરિણામ, અભિન્કંગ આદિ.
– સ્થાનાંગ અને ઉત્તરાધ્યયન વૃત્તિ - લોભ એટલે દ્રવ્યાદિ કે ગૃદ્ધિથી થતી