________________
૧૧૧
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪ સ્પર્શનેન્દ્રિય પ્રશસ્ત જાણવી અને સ્ત્રીને આલિંગનમાં કે પ્રિય-અપ્રિય, મનોજ્ઞઅમનોજ્ઞતાના ભાવપૂર્વક થતા સ્પર્શ આદિને અપ્રશસ્ત સ્પર્શનેન્દ્રિય જાણવી.
૦ અપ્રશસ્ત ઇન્દ્રિયોના કટુ વિપાક :
(૧) શ્રવણેન્દ્રિય :- પારધી શિકાર માટે સંગીત વગાડવાનો આરંભ કરે છે, ત્યારે તેમાં લીન બનીને હરણો દોડી આવે છે. શ્રવણ ઇન્દ્રિયના રાગથી આ હરણો પારધીના બાણનો ભોગ બની મૃત્યુ પામે છે.
(૨) ચક્ષુરિન્દ્રિય - પતંગીયુ દીવાના પ્રકાશને જોઈને તેની તરફ આકર્ષાય છે, દીવામાં પડીને પોતાનું આખું જીવન સળગાવી મૂકે છે.
(૩) ઘ્રાણેન્દ્રિય :- તળાવમાં ખીલેલા કમળોની સુગંધમાં લીન બનેલો ભ્રમર સૂર્યવિકાસી કમળોમાં પ્રવેશ કરે છે, પણ સૂર્ય અસ્ત થાય ત્યારે કમળમાં સપડાઈ જઈને પોતાના પ્રાણ ખોઈ બેસે છે.
(૪) રસનેન્દ્રિય - માછીમારો લોઢાના તીણ કાંટા ઉપર લોટની મીઠી ગોળીઓ લગાડીને જળાશયોમાં નાંખે છે ત્યારે રસનેન્દ્રિયની લાલચને વશ માછલી તેને ખાવા દોડે છે, તે ખાવા જતા તેનું તાળવું વિંધાઈ જાય છે અને મૃત્યુ પામે છે.
(૫) સ્પર્શનેન્દ્રિય :- મદોન્મત્ત અને બળવાન એવા હાથીને પકડવા માટે ઊંડી ખાઈઓ લોકો બનાવે છે, તે ખાઈને ઘાસ અને પાંદડા વડે ભરી દે છે. તે ખાઈથી દૂર સુંદર હાથણીને જોઈને હાથી તેને ભેટવા દોડે છે, ત્યારે ખાઈમાં પડીને અશરણ થઈ જાય છે.
આ રીતે એક-એક ઇન્દ્રિયનું અપ્રશસ્ત પ્રવર્તન પણ જેમ મૃત્યુ કે દારુણ દુઃખનું કારણ બને છે, તેમ પાંચ ઇન્દ્રિયોને અપ્રશસ્તપણે પ્રવર્તાવવાથી મનુષ્ય અનેક પ્રકારે અતિચારરૂપ અશુભકર્મોનું ઉપાર્જન કરે છે.
• વહિં સાહિં - ચાર કષાયો વડે.
– કષાયના મુખ્ય ચાર ભેદ કહ્યા છે - (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. (જેનું વિવેચન સુત્ર-૨ “પંચિંદિયમાં અને સૂત્ર-૩ર “અઢાર પાપસ્થાનક'માં જોવું)
– આ પદને પણ પૂર્થીિ શબ્દ સાથે જોડવાનું છે તેથી અપ્રશસ્ત ક્રોધ, અપ્રશસ્ત મા, અપ્રશસ્ત માયા અને અપ્રશસ્ત લોભ એ ચારને કારણે લાગતા અતિચારથી બંધાતા અશુભકર્મોનું આ પદથી ગ્રહણ કરવાનું છે.
(૧) પ્રશસ્ત-અપ્રશસ્ત ક્રોધ :
શિષ્યાદિ પરિવાર તથા સંતાનોને સુશિક્ષિત બનાવવા માટે જે કૃત્રિમ ક્રોધ કરવામાં આવે તે પ્રશસ્ત ક્રોધ છે. જેમ - કાલિકાચાર્યે પ્રમાદી શિષ્યોને સૂતા મૂકીને ત્યાગ કર્યો કે મંત્રી તેતલીપુત્રને પ્રતિબોધ કરવા પોટ્ટીલ દેવે રાજા પાસે ક્રોધ કરાવ્યો. આ પ્રશસ્ત ક્રોધના દષ્ટાંતો છે. જ્યારે પ્રિય-અપ્રિયાદિ પ્રસંગોમાં જે ક્રોધ આવે કે કલહ સુધી પહોંચે એ અપ્રશસ્ત ક્રોધ છે. જેમ ચંડકાચાર્યે પોતાના શિષ્યના મસ્તકે દંડ માર્યો