________________
૧૬૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
હોવાથી તેમને આ વ્રત ગ્રહણ કરવાનું હોતું નથી, પણ શ્રાવકો-ગૃહસ્થો લોભાદિકથી વ્યાપારસંબંધી કાર્યને માટે કે અન્ય કોઈ કારણથી કે કારણ વિના ગમન કરતાં, આરંભાદિ કે અનર્થદંડક પ્રવૃત્તિમાં પ્રવર્તતા જીવહિંસાદિક અનેક દોષો લાગે છે. તેથી પોતે છુટા રાખેલા ક્ષેત્ર સિવાયની દિશાનું પરિમાણ કરેલ હોવાથી બાકીના ચૌદ રાજલોકમાં રહેલા સર્વે જીવોની રક્ષારૂપ ગુણને માટે આ દિક્પરિમાણ કે દિવિરતિ રૂપ વ્રત લેવામાં આવે છે. તેથી તે ગુણવ્રત કહેવાય છે.
આ વ્રતમાં શ્રાવકે બધી દિશામાં ગમન કરવા માટે અમુક અંતર સુધી (અમુક યોજન કે કિલોમીટર સુધી)નો નિયમ કરેલ હોય છે. તેથી તેને દિશાપરિમાણ કે દિગૂ-વિરતિ કહે છે.
આ વ્રતના પાંચ અતિચારોનું ક્રમશઃ વર્ણન હવે કરીશું. પહેલા તેના નામોનો ઉલ્લેખ જરૂરી છે. કેમકે - ગાથામાં પાંચમાં વ્રતના અતિચારની માફક અધ્યાહાર પદોને જોડીને આ અતિચાર કથન કરવાનું છે– (૧) ઉર્ધ્વદિ-પ્રમાણાતિક્રમ
(૨) અધોદિક પ્રમાણાતિક્રમ (૩) તિર્યદિ-પ્રમાણાતિક્રમ
(૪) ક્ષેત્ર વૃદ્ધિ (અતિચાર) (૫) સ્મૃતિ-અન્તર્ધાન (અતિચાર) હવે ગાથાના પદોને આશ્રીને વિવેચન કરીએ છીએ • અમાસ - ગમનના, જવા-આવવાના, ગતિના – કોઈપણ દિશામાં જવા-આવવા સંબંધી પ્રવૃત્તિ તે ગમન ૦ પરિમા - પરિમાણને વિશે, માપને વિશે, નિયમને વિશે. • વિસ! - દિશાઓમાં
– ‘દિશા' શબ્દનો સંબંધ અહીં બે રીતે જોડી શકાય છે. (૧) ગમનની સાથે અને (૨) હવે પછીના ઉર્વ-અધો-તિછ એ ત્રણે પદો સાથે.
(૧) ગમન સાથે જોંડતાં - “કોઈપણ દિશામાં જવા-આવવા સંબંધી પરિમાણ અર્થાત્ મર્યાદા નક્કી કરવી” - તેવો અર્થ થશે.
(૨) ઉધ્વદિ પદો સાથે જોડતાં - “ઉર્ધ્વદિશા, અધોદિશા, તિછદિશા અર્થાત્ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશામાં" એવો અર્થ થશે.
૦ “દિશા” શબ્દ ને સંસ્કૃતમાં ‘વિ' કહે છે, ગુજરાતીમાં ‘દિશા' કહે છે.
– મુખ્ય દિશા વ્યવહારમાં ચાર ગણાય છે - ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. તેમાં ચાર ખૂણાઓ અર્થાત્ વિદિશાનો સમાવેશ કરતાં ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ઉમેરાય છે અને ઉર્ધ્વદિશા તથા અધો દિશાને ઉમેરતા આ સંખ્યા દશની થાય છે.
- બીજા પ્રકારે વિચારતા આ સંખ્યા ત્રણની જણાવી છે. (૧) ઉર્ધ્વ દિશા, (૨) અધો દિશા અને (૩) તિર્થી દિશા. જેમાં ઉત્તરાદિ ચારે દિશા તિર્થી દિશારૂપ ગણાય છે અને વિદિશાની વિવલા થતી નથી.
• ૩ડું - ઉર્ધ્વ, ઊંચી ઉપરની દિશા તે ઉર્ધ્વ કહેવાય.