________________
૧૫૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
(૩) નવ ભેદ :- અહીં ગાથામાં કહ્યા તે ધન-ધાન્યાદિ નવ ભેદો છે.
(૪) ચોસઠ ભેદ :- ૨૪ પ્રકારના ધાન્યો, ૨૪ પ્રકારના રત્નો, ૩ પ્રકારના સ્થાવરો, ૨ પ્રકારના દ્વિપદો, ૧૦ પ્રકારના ચતુષ્પદો અને ૧ પ્રકારનું કુખ્ય એ પ્રમાણે ચોસઠ ભેદો પણ કહ્યા છે.
આ ભેદોમાં સૂત્રકારે વંદિતુ સૂત્રમાં નવ ભેદોની ગણનાને સ્વીકારેલ છે. ખરેખર તો વર્તમાન પરિગ્રહનો પણ કંઈક સંક્ષેપ કરવા માટે આ વ્રત સ્વીકારવું જોઈએ. પરંતુ જો તેમ કરવાને શક્તિમાન ન હોય તો ઇચ્છાનુસારે “પરિગ્રહ પરિમાણ” નક્કી કરવું. (તેથી જ આ વ્રતને “ઇચ્છા પરિણામ વ્રત” પણ કહ્યું છે.) જેમકે વિદ્યમાન પરિગ્રહ રૂપિયાના મૂલ્યની દૃષ્ટિએ દશ લાખ રૂપિયા છે, પણ ભાવિ જરૂરિયાત કે ઇચ્છા પચાસ લાખ રૂપિયાના મૂલ્ય પ્રમાણ પરીગ્રહની છે, તો તે શ્રાવક ૫૦ લાખ રૂપિયા સુધીના પરીગ્રહની મર્યાદા નક્કી કરે. કેમકે શ્રાવકોને તે રીતે પણ વ્રત ગ્રહણ કરવાની છૂટ છે. તેમ કરવાથી પણ વિશ્વના વિશાળ પરિગ્રહની અવિરતિના દોષથી બચી શકાય છે અને પરિમાણથી પણ ધન વધી જાય તો ધર્મમાં ખર્ચવું જોઈએ.
૦ પરિગ્રહ પરિમાણ વ્રત માટે ઉપાસકદશા આગમમાં આનંદશ્રાવકે કરેલ પરિમાણ ખાસ જોવા જેવું છે. ત્યાં ઘણાં વિસ્તારથી આ વ્રતનું વર્ણન છે.
૦ આ પાંચમાં અણુવ્રત ઉપર કૃપણ ધનશ્રેષ્ઠીનું કથાનક વિસ્તારપૂર્વક થતીપિચ્છા - ટીકામાં અપાયેલું છે, તે જોવું.
૦ પાંચમાં પરિગ્રહ વ્રત સંબંધે ઉપદેશ દષ્ટાંત :
(૧) મગધ દેશમાં સુઘોષ નામે ગામમાં કુચિકર્ણ નામનો શેઠ હતો. તે ગામનો તે અધિકારી પણ હતો. તેની પાસે પુષ્કળ ગાયો હતી. તેણે ગાયોના ગોકુળ બનાવીને ગોવાળીયાને સુપ્રત કરેલા. ગોકુળ દિવસે દિવસે વધવા લાગ્યા. તેને પરિગ્રહની અતૃપ્તિ પણ વધવા લાગી. દૂધ-દહીં ખાવાનો લોભ પણ વધતો ચાલ્યો. કોઈ વખતે તેણે એટલા બધાં દુધ-દહીં ખાધા કે તે બેભાન થઈ ગયો. મરતી વખતે પણ તેનું ધ્યાન ગાયો અને ગોકુળોમાં જ રહ્યું હતું. અંતે તે પરીગ્રહ સંબંધી આર્તધ્યાન કરતો મરીને તિર્યંચ ગતિ પામ્યો.
(૨) અચલપુરમાં એક તિલક નામે શેઠ રહેતો હતો. તે ચણા, અડદ, ચોખા, મગ, તુવેર, ઘઉં વગેરે અનાજ એક સાથે ખરીદતો અને સવાઈ કે દોઢી કીંમતે તે વેચતો. કોઈ વખતે દુષ્કાળમાં તેને ઘણો નફો થયો. ફરી જ્યારે સુકાળ આવ્યો, ત્યારે બધાં ધાન્ય ઘણાં સસ્તા હતા. તેણે ઘણાં બધાં ધાન્યની ખરીદી કરી, ગામેગામ કોઠારો ભરાવી દીધા. પોતાની બધી સંપત્તિ અનાજ ભરવામાં ખર્ચ દીધી. તેટલામાં કોઈ નિમિત્ત કે દુકાળ પડવાની આગાહી કરી, તે સાંભળી શેઠે દાગીના-કપડા આદિ બધું વેંચી દઈને અને વ્યાજે પૈસા લાવીને ફરી બીજું ધાન્ય સંગ્રહી લીધું. પરંતુ પુષ્કળ વરસાદ થયો, સુકાળ પડ્યો. નદીમાં પુર આવ્યા. તિલક શેઠનું ઘણું અનાજ નદીઓમાં પૂર આવવાથી તણાઈ ગયું. આ સમાચાર સાંભલી