________________
૧૧૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
(૨) પ્રશસ્ત-અપ્રશસ્ત માન :
ધર્મ અને ધર્મના પાલન માટે થતું માન તે પ્રશસ્તમાન છે, જેમ - સુદેવાદિને નમવું અને કુદેવ આદિને ન નમવું ઇત્યાદિ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવા માટે માન કરવું તે પ્રશસ્ત માન છે. જ્યારે પ્રિય-અપ્રિયાદિ પ્રસંગોના કારણે જે માન કરવામાં આવે તે અપ્રશસ્તમાન છે. અથવા નમન આદિ કરવા યોગ્ય દેવાદિને ન નમવું તે અપ્રશસ્ત માન છે જેમ - બાહુબલી નાના ભાઈઓને નમસ્કાર-વંદનાદિ ન કરવા માટે ભગવંત ઋષભદેવા પાસે જતા ન હતા, તે તેનું અપ્રશસ્ત માન કહેવાય.
(૩) પ્રશસ્ત-અપ્રશસ્ત માયા :
કોઈપણ આત્માનું કેવળ આત્મિકડિત લક્ષ્યમાં રાખીને તે માટે જરૂરી બાહ્ય કે અત્યંતર સાધનો માટે જે કૃત્રિમ જળપ્રપંચ કરવો પડે તે પ્રશસ્તમાયા અથવા શિકારી પાસે મૃગાદિનો અપલાપ કરવામાં, રોગીને કડવું ઔષધ પાવામાં, દીક્ષામાં વિદન કરનાર માતાપિતાને સમજાવવામાં જે માયા કરવી પડે તે સ્વ-પરને હિતકારી હોવાથી પ્રશસ્ત માયા કહેવાય છે. જેમ આર્યરક્ષિત સૂરિજીના પિતા મુનિપણામાં પણ લજ્જાને કારણે ધોતીયુ પહેરી રાખતા હતા, તેનો ત્યાગ કરાવી સાધુના આચારમાં પિતાને
સ્થાપિત કરવા માટે આર્યરક્ષિત સૂરિજીએ શ્રાવકોના છોકરાઓને શીખવાડી રાખીને કપટથી પિતામુનિનું ધોતિયું ખેંચાવી લીધું, તેને બદલે ચોલપટ્ટો પહેરાવી દીધો.
કોઈને છેતરવાની બુદ્ધિથી માયા કરવામાં આવે તે અપ્રશસ્ત માયા કહેવાય. અથવા ધન-ધાન્યાદિ દ્રવ્ય મેળવવા માટે જે વેપારી કપટ કરે કે જાદુગરો વગેરે હાથચાલાકીના પ્રયોગ કરી લોકોને ઠગે છે, તેને અપ્રશસ્ત માયા કહે છે.
(૪) પ્રશસ્ત-અપ્રશસ્ત લોભ :એ જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્રિયાઓમાં તથા વિનય, વૈયાવચ્ચ વગેરે ગુણોમાં લોભ કરવો તે પ્રશસ્ત લોભ જ્યારે ધન-ધાન્ય આદિના પરિગ્રહમાં મમત્વ બુદ્ધિથી થતો લોભ તે અપ્રશસ્ત લોભ જેમ મમ્મણ શેઠ સોના અને રત્નોનો બળદ બનાવવા માટે જે મૂછ ભાવ રાખતા હતા તે અપ્રશસ્ત લોભ કહેવાય.
(ઉપલક્ષણથી ઇન્દ્રિય અને કષાયો સાથે યોગને પણ ગ્રહણ કરવામાં આવે છે તેથી અહીં પ્રશસ્ત-અપ્રશસ્ત યોગને જણાવે છે–).
(૧) પ્રશસ્ત-અપ્રશસ્ત મનોયોગ :
ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં મનને પ્રવર્તાવવું તે પ્રશસ્ત મનોયોગ છે અને આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં મનને પ્રવર્તાવવું તે અપ્રશસ્ત મનોયોગ છે.
(૨) પ્રશસ્ત-અપ્રશસ્ત વચનયોગ :
દેવ, ગુરુ, સંઘ, સાધુ ધર્મ આદિના ગુણ ગાવામાં વપરાતી વાણી તે પ્રશસ્ત વચનયોગ છે જ્યારે સાંસારિક પ્રવૃત્તિ નિમિત્તે, કલહ, અભ્યાખ્યાન, પૈથુન આદિમાં પ્રવર્તતી વાણી તે અપ્રશસ્ત વચનયોગ છે.
(૩) પ્રશસ્ત-અપ્રશસ્ત કાયયોગ :દેવદર્શન, ગુરુવંદન, તીર્થયાત્રા, વૈયાવચ્ચ, સામાયિક-પ્રતિક્રમણાદિ ધર્મક્રિયામાં