________________
૧૧૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ જેમ તેની બહેન ઉત્તરાનો રાગ હતો તેમ ધન, સ્વજન, કુટુંબ આદિ પરનો જે રાગ તે નેહરાગનું દૃષ્ટાંત છે.
- દૃષ્ટિરાગ અને તેનું દૃષ્ટાંત - દૃષ્ટિ એટલે દર્શન, શાક્ય વગેરે અન્ય દર્શનોમાં જે રાગ તે દૃષ્ટિરાગ, હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે, કામરાગ અને સ્નેહરાગ એ બે રાગનું નિવારણ કરવું હજું સહેલું છે, પણ પાપી એવો જે દૃષ્ટિરાગ છે, તે તો મહાપુરુષો માટે પણ દૂર થવો મૂશ્કેલ છે - ગોશાળાના શિષ્યોએ ગોશાળાએ મૃત્યુ અવસરે કહ્યું હોવા છતાં શ્રાવસ્તીનગરીમાં અપભ્રાજનાપૂર્વક તેના શરીરનું નીડરણ ન કર્યું તે દૃષ્ટિરાગ.
આ રાગ અને દ્વેષ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદે છે. (૧) પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ
અરિહંત દેવો, સુગર, સુસાધુ આદિ પરત્વેનો રાગ એ પ્રશસ્ત રાગ છે. જેમકે - ગણધર ગૌતમસ્વામીને ભગવંત પરનો રાગ એ પ્રશસ્ત રાગ છે. વિષય-ભોગ આદિ પર જે રાગ તે અપ્રશસ્ત રાગ કહેવાય છે. જેમકે શ્રેણિક રાજા જ્યારે ચેલણાને ચેડા રાજાને ત્યાંથી લઈ ગયો ત્યારે તે અપ્રશસ્ત રાગ હતો.
(૨) પ્રશસ્ત-અપ્રશસ્ત દ્વેષ :
પોતાના કરેલાં પાપો અને પ્રમાદ પ્રત્યે દ્વેષ થવો, તેને પ્રશસ્ત દ્વેષ કહેવાય છે. દુષ્કર્મનો ક્ષય કરવા માટે ઉદ્યત થયેલા નંદીષેણ મુનિ દ્વારા ઘોર તપ કે આત્મહત્યાનો પ્રયાસ એ પ્રશસ્ત દ્વેષનું દૃષ્ટાંત છે. જ્યારે શત્રુઓ વગેરે પ્રતિકૂળજનો પર દ્વેષ થવો તે અપ્રશસ્ત દ્વેષ છે. જેમકે ઉદાયન રાજા એ ચંડપ્રદ્યોત રાજા પર ચડાઈ કરી તેને બાંધી લીધો હતો.
• તે નિલે તં ૪ રિનિ - તેને નિંદ છું, તેને ગડું છું.
– (વિવેચન-જુઓ ગાથા-૨ મુજબ) વિશેષ એ કે અહીં અપ્રશસ્ત એવા ઇકિય, કષાય, યોગ, રાગ અને દ્વેષથી બંધાતા અશુભ કર્મોની નિંદા અને ગર્તા સમજવી.
ગાથામાં “પ્રશસ્ત” દ્વારા સમજવાનું છે કે શ્રાવકોને પ્રશસ્ત પ્રવૃત્તિ માટે પ્રતિક્રમણ નથી કહ્યું પણ અપ્રશસ્ત પ્રવૃત્તિ માટેનું પ્રતિક્રમણ કહ્યું છે જ્યારે દ્રવ્ય કે ભાવ શ્રમણને તો વીતરાગતા પ્રાપ્ત કરવામાં પ્રશસ્ત કે અપ્રશસ્ત બધાં વ્યાપારો બાધક જ છે.
- હવે ગાથા-પાંચનું વિવેચન કરીએ છીએ - અર્થદીપિકા ટીકામાં ગાથા-૫ અને ૬ બંનેને દર્શનાચારના હેતુ કે દોષોના પ્રતિક્રમણ સ્વરૂપ કહી જ છે, બીજા ગ્રંથમાં ગાથા-૫ માટે બે હેતુ મૂક્યા છે - ગમનાગમન પ્રતિક્રમણ અને સમ્યક્દર્શન સંબંધી હેતુઓથી લાગતા અતિચારોનું પ્રતિક્રમણ.
આ ગાથામાં “અણાભોગે-અભિયોગ અને નિયોગે” એ ત્રણ હેતુ વડે આગમણે, નિગમણ, ઠાણે, ચંકમણે' એ ચાર ક્રિયામાં વર્તતા જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ જણાવ્યું છે અથવા અતિચારની વિશિષ્ટ આલોચના પૂર્વે ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યા પછી સમ્યક્ત્વ સંબંધી દોષોનું પ્રતિક્રમણ કરવાનું