________________
૧૧૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
બાર વ્રતો ગ્રહણ કરતા પહેલા સમ્યકત્વ અંગીકાર કરવાનું હોય છે. (જેનો આલાવો યોગશાસ્ત્ર અને ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં છે, આવશ્યક સૂત્રમાં પણ જોવા મળે છે.) તે સમ્યકૃત્વમાં જે પાંચ દોષ-અતિચાર સંભવે છે તેનું આ ગાથામાં વર્ણન છે.
“સખ્યત્વ મૂલ બારવ્રત' વાકય બોલાય છે, તેથી વ્રતોનો સ્વીકાર સમ્યક્ત્વપૂર્વક કરવામાં આવે છે. વળી સમ્યક્ત્વ એ મોક્ષમહેલનું પ્રથમ પગથીયું છે, ચોથા ગુણ સ્થાનકે સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય, પછી દેશવિરતિ-સર્વવિરતિ ચારિત્ર અંગીકાર થાય. કેવળજ્ઞાન તો છેક બારમાં ગુણઠાણે થાય ત્યાર પછી છેક છેલ્લે સર્વથા શુદ્ધ ચારિત્ર અને મોક્ષ થાય પણ સમ્યક્દર્શન (સમ્યક્ત્વ) વિના બધું જ પાયા વિનાના મહેલ જેવું છે. તેથી સમ્યકત્વનો સ્વીકાર વ્રતોની પહેલા થાય છે. તે જ કારણે તેના અતિચારો પણ પહેલા મૂક્યા છે–
(૧) સંવરા - શંકા, સંશય, એ સમ્યકત્વનો પહેલો અતિચાર છે. | (અર્થ અને વિવેચન સૂત્ર-૨૮ “નાસંમિ દંસણૂમિ'માં કરેલ છે છતાં અહીં કિંચિત્ વિવેચના કરીએ છીએ).
અરિહંત અને સિદ્ધ એ દેવ, પંચ મહાવ્રતધારીએ ગુરૂ અને કેવલી કે વીતરાગપ્રણીત માર્ગ એ ધર્મ તેમના વિષયમાં શંકા કરવી કે જીવાદિ નવ (સાત) તત્ત્વોના વિષયમાં સંદેહ થવો તે શંકા
આવી શંકા બે પ્રકારે થઈ શકે – (૧) સર્વથી અને (૨) દેશથી.
(૧) સર્વશંકા - સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મ છે કે નહીં ?, જીવ-અજીવ આદિ ખરેખર હશે કે કેમ ? ઇત્યાદિ મૂળ વસ્તુ પરત્વે જ શંકા થવી તે સર્વ શંકા કહેવાય.
(૨) દેશ શંકા - જીવ તો છે પણ તે સર્વવ્યાપી હશે કે દેશવ્યાપી ? વર્તમાનમાં ભરતક્ષેત્રમાં સાધુ તો છે પણ તેને ચારિત્ર હશે કે નહીં? ઇત્યાદિ પ્રકારે શંકા થવી તે દેશ શંકા કહેવાય.
આ બંને પ્રકારની શંકા અરિહંત પરમાત્માએ કહેલ તત્ત્વને વિશે અવિશ્વાસરૂપ હોવાથી સમ્યકૃત્વને મલિન કરે છે. તેથી જ્યાં હેતુ, દૃષ્ટાંત, તર્કનો અભાવ જણાય, જ્ઞાતાનો યોગ ન મળે કે જ્ઞાનાવરણીય કર્મોદયથી સાચું ન સમજાય તો “જે જિનેશ્વરે કહ્યું છે તે સત્ય છે” એમ માનવું પણ શંકા કરવી નહીં.
૦ લઘુ દષ્ટાંત :- કોઈ બે માણસોએ ઘણી સેવા કરવાથી પ્રસન્ન થયેલા કોઈ સિદ્ધપુર તે બંનેને એક-એક કંથા (ગોદડી) આપીને કહ્યું કે, આ કંથા છ માસ સુધી કંઠે વીંટાળવાથી રોજ ૫૦૦ સોનૈયા આપે તેવી પ્રભાવક છે, તે વાતમાં શંકાથી એક પરશે તે કંથાનો ત્યાગ કર્યો. જ્યારે બીજાએ તે વચનમાં શંકા રાખ્યા વિના છ માસ કંથાને ગળે વીંટાળી રાખી. પરિણામે તે મહાદ્ધિવાળો થયો.
(૨) વંa - કાંક્ષા, અન્યમતની ઇચ્છા.
સમ્યક્ત્વનો આ બીજો અતિચાર છે. (અર્થ અને વિવેચન માટે સૂત્ર-૨૮ નાસંમિ દંસણમિ” જોવું છતાં અત્રે કિંચિત્ નોંધ કરી છે...)