________________
૧૨૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
મહાવીરે તેણીએ પૂર્વભવે કરેલ મુનિ દુગંછાનું કારણ બતાવ્યું. કાળક્રમે તેણીનું દુર્ગંધાપણું દૂર થયું, શ્રેણિક રાજાની રાણી બની છેલ્લે દીક્ષા લીધી - (માટે દુગંછારૂપ વિગિચ્છા ન કરવી)
♦ સંત - પ્રશંસા, વખાણ કરવા તે.
આ પદનો સંબંધ નિયુિ સાથે જોડવાનો છે. એટલે “કુલિંગીઓની પ્રશંસા'' અર્થાત્ મિથ્યાષ્ટિઓની પ્રશંસા નામનો આ સમ્યક્ત્વનો ચોથો અતિચાર કહ્યો. - કુલિંગી પ્રશંસાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે, અતત્ત્વમાં શ્રદ્ધા કર્યા, કરાવ્યાનો દોષ લાગે છે. સમ્યગ્દર્શનમાં અસ્થિર થવાય છે.
-
–
બૌદ્ધ આદિ અન્ય દર્શનીનું તપ, આચરણ ઇત્યાદિ વર્ણન કરવું-પ્રશંસા કરવી તે સમ્યક્ત્વને દૂષિત કરે છે. કેમકે મિથ્યાત્વીની પ્રશંસા સામાન્યજનને મિથ્યાત્વી તરફ આકર્ષિત કરે છે, મિથ્યાત્વના પ્રવર્તનનો દોષ લાગે છે, લોક મિથ્યાત્વ પ્રત્યે સ્થિર થાય છે.
૦ લઘુ દૃષ્ટાંત :- અરિહંત પરમાત્માના ધર્મના પરમ ઉપાસક અને શ્રદ્ધાવંત એવા એક લક્ષ્મણ શ્રેષ્ઠી હતા. કોઈ દિવસે તેમણે કોઈ માસોપવાસી પરિવ્રાજકની તપસ્યાની સભામધ્યે પ્રશંસા કરી. તે સાંભળી સભામાં બેઠેલ બે શ્રાવકો, તે પરિવ્રાજકને આદરથી નમવા ગયા. તે પરિવ્રાજકના વચનો સાંભળી બંને શ્રાવક અરિહંત પ્રણિત ધર્મના નિંદક થઈ ગયા. પરિણામે મૃત્યુ પામીને બંને નારક આદિ અનેક ભવોમાં ભમ્યા. લક્ષ્મણ શેઠ તો ધર્મારાધનાના બળે સૌધર્મકલ્પે દેવ થયા. ચ્યવન કાળે વીરપ્રભુને પોતાના મોક્ષ બાબત પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે, તિર્યંચગતિના સાત ભવ પછી મનુષ્ય થઈશ, પણ તેં પૂર્વભવે પરિવ્રાજકના તપની પ્રશંસા કરી છે, તેના દોષથી સમ્યક્ પ્રાપ્તિ તને અતિ દુર્લભ થશે. (માટે કુલિંગી પ્રશંસા કરવી નહીં)
♦ સંચવો - સંસ્તવ, પરિચય, સંસર્ગ.
· ‘સંસ્તવ’ પદને પણ વુત્તિનીસુ પદ સાથે જોડવાનું છે. તેથી ‘‘કુલિંગીસંસ્તવ’’ પદ બનશે. તેથી કુલિંગી-અન્ય દર્શનીનો પરિચય, સહવાસ, સંસર્ગ કરવો રૂપ સમ્યક્ત્વનો પાંચમો અતિચાર છે.
–
- અન્ય દર્શની કે મિથ્યાષ્ટિઓ સાથે એકત્ર વાસ, ભોજન, આલાપાદિ પરિચય રાખવાથી સુખે સાધી શકાય તેવી તેમની ક્રિયા જોવાથી અને સાંભળવાથી ઢ સમકિતીને પણ દૃષ્ટિભેદ સંભવે છે. તો સામાન્યધર્મીને તો મિથ્યાત્વ પ્રવેશતા વાર કેટલી ? માટે કુદૃષ્ટિવાળાનો પરિચય કરવો તે સમ્યક્ત્વનો દોષ છે. ઉપલક્ષણથી પોતાના ધર્મમાં જે નિહ્નવાદિ મિથ્યાદષ્ટિ હોય તેમની પ્રશંસા અને પરિચય પણ સમ્યક્ત્વને વિશે અતિચાર રૂપ છે.
૦ લઘુ દૃષ્ટાંત :- આચાર્ય હરિભદ્રસૂરિજીના ‘સિદ્ધ' નામના મુનિ હતા. સિદ્ધમુનિ બૌદ્ધ ધર્મના રહસ્યનો મર્મ જાણવા ગયા ત્યારે બૌદ્ધોએ સિદ્ધમુનિને પોતાના મતથી વાસિત કરી દીધા. ત્યાં જતી વખતી તે મુનિએ ગુરુ મહારાજને વચન આપેલું