________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૯, ૧૦
૧૩૧
જ્યારે “ઇત્યં” શબ્દ સૂચવે છે કે, પહેલા અણુવ્રતમાં જે અતિચાર લાગ્યો તે.
– આ અતિચાર લાગવાનું કારણ જણાવે છે– ૦ માયqi - પ્રમાદના પ્રસંગ વડે, પ્રમાદવશાત્
- પ્રમાદ એટલે આત્મપિત પ્રત્યેની અસાવધાની. તેનો પ્રસંગ કે અવસર તે પ્રમાદપ્રસંગ. તેના વશથી.
( પ્રમાદ શબ્દના અર્થ-વિવેચન માટે સૂત્ર-૨૨ જોવું) – પ્રમાદના પાંચ પ્રકારો “અર્થદીપિકા” ટીકામાં જણાવ્યા છે–
(૧) મદ્ય - દારુ, (૨) વિષય - શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચેય ઇન્દ્રિયોના વિષય સુખની લાલસા, (૩) કષાય - ક્રોધ, માન, માયા, લોભ, (૪) નિદ્રા અને (૫) વિકથા - રાજકથા, દેશ કથા, ભોજન કથા અને સ્ત્રીકથા. આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં રખડાવે છે.
- પ્રમાદના આઠ પ્રકારો પણ કહ્યા છે–
(૧) અજ્ઞાનભાવ ધરવો, (૨) પ્રભુવચનમાં સંશય ધરવો, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) દ્વેષ (૬) મતિભ્રંશ, (૭) ધર્મને વિશે અનાદર અને (૮) મન, વચન, કાયાના અશુભ યોગ
આ પ્રમાદના પ્રસંગથી જીવો પ્રાયઃ વ્રતોને અતિચરિત કરે છે.
૦ અહીં આ ગાથાના ઉત્તરાર્ધમાં જે “આયરિયમપ્રસન્થ ઇત્થ પમાયuસંગેણં” એ પ્રમાણે જે કહ્યું તે પંક્તિ ગાથા-૧૧, ૧૩, ૧૫, ૧૭ એ ચાર ગાથામાં પણ આવે છે, જે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં વ્રતના અતિચાર જણાવવા માટે છે. સર્વત્ર અહીં કહેલા અર્થને જ ગ્રહણ કરવો.
હવે ગાથા-૧૦માં પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચારોને જણાવે છે–
• વદ-ધ-કવિ છે મારે મત્ત-પાળવુ - (૧) વધે, (૨) બંધન, (૩) અંગોપાંગનો છેદ, (૪) અતિભાર ભરવો અને (૫) ભોજનપાનનો વિચ્છેદ.
૦ વ8 - વધ, ચતુષ્પદાદિકને નિર્દયપણે તાડન કરવું તે.
– “વધ' શબ્દનો સામાન્ય અર્થ “મારી નાંખવું' એવો થાય છે, પણ ઉત્તરાધ્યયન સૂત્ર-વૃત્તિમાં વધ શબ્દનો અર્થ “ચાબુકથી ફટકારવું કે પરોણાની અણી વડે મારવું" એવો કરેલ છે, આ પહેલા અણુવ્રતનો પહેલો અતિચાર છે.
– વધ એટલે દ્વિપદ અને ચતુષ્પદ આદિ પ્રાણીઓને નિર્દયપણે તાડના કરવી, તર્જના કરવી, લાકડી દોરડાં વગેરેથી પ્રહાર કરવો.
૦ વંધ - બંધ એટલે બંધન, દોરડા વગેરેથી દઢ બાંધવું તે.
– કોઈપણ માણસ કે પ્રાણીને નિર્દય રીતે બાંધવું તે બંધન. આ પહેલા અણુવ્રતનો બીજો અતિચાર છે.
૦ વિચ્છેદ્ર - શરીરના અંગોપાંગનો છેદ' કરવો. - છવિ એટલે અંગ, શરીર, ચામડી. છે એટલે કાપવું, છેદવું તે.