________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩, ૪
૧૦૯ - દિલને રેસિવ વ્યં - દિવસ સંબંધી એ બધાં જ અતિચારોને હું પ્રતિક્રમું . ૦ qડક્ષને પ્રતિક્રમું , તે દોષથી પાછો ફરું છું.
– અહીં પ્રતિક્રમણ શબ્દનો સંબંધ બહુવિધ પરિગ્રહ અને આરંભથી થયેલા દોષો-અતિચારો સાથે છે.
– પ્રતિક્રમણ શબ્દનો વિશેષ અર્થ જણાવતા વૃત્તિકાર કહે છે–
“ફરીથી તેવા અતિચારો-દોષો નહીં કરવાના શુભ ભાવપૂર્વક હું તે અતિચારોથી પાછો ફરું છું.
૦ રિj - દેવસિક, દિવસમાં બનેલા દિવસ સંબંધી.
– અહીં આર્ષ પ્રયોગથી ‘વ’ નો લોપ થઈ દેસિએ' એવું રૂપ બનેલું છે. સૂત્ર૨૬ “દેવસિઅ પડિક્કમણે ઠાઉ"માં વપરાયેલ “દેવસિઅ' શબ્દ કે સૂત્ર-૨૭ અને ૨૯ વગેરેમાં વપરાયેલ “દેવસિઅ” શબ્દનો અર્થ કે વિવેચન અને આ દેસિ' શબ્દ સમાન જ છે.
–દેવસિક પ્રતિક્રમણના અર્થમાં સિએ' શબ્દ છે, તેને બદલે રાત્રિક પ્રતિક્રમણ હોય તો “રાઇએ' શબ્દ બોલવો. એ જ રીતે પકિખયે, ચઉમ્માસિય, સંવચ્છરિએ શબ્દો બોલાય છે.
૦ સંધ્યું - સર્વને, સામાન્યથી “સર્વ એટલે બધાં અર્થ થાય છે, અહીં અર્થદીપિકા ટીકામાં “સર્વ' શબ્દથી સૂક્ષ્મ અને બાદર અર્થાત્ “નાના કે મોટા' સર્વે એવો અર્થ ગ્રહણ કર્યો છે.
૦ આ પદનો સંબંધ :
(૧) “પડિક્કમે દેસિએ સવ્વ પદનો સંબંધ ગાથાના ત્રણે પૂર્વ પદો સાથે છે - બહુવિધ પરિગ્રહ અને સાવદ્ય આરંભ કરતા, કરાવતા કે અનુમોદતા લાગેલ સર્વે અતિચારોનું પ્રતિક્રમણ કરું છું.
(૨) “પડિક્કમે દેસિએ સવ્વ' એ ધ્રુવ પંક્તિ હવે પછીની ગાથા-૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૧, ૨૪ અને ૨૫માં પણ આવે છે. ત્યાં વાક્યર્થ તો આ જ રહે છે કે, હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરું છું પણ, આ વાક્યનો સંબંધ બદલાયા કરે છે. જેમકે આ ગાથામાં તેનો સંબંધ પરિગ્રહ અને આરંભના દોષ સાથે છે તો ગાથા-૬માં તેનો સંબંધ સમ્યક્ત્વના અતિચારો સાથે છે, એ રીતે.
- ગાથા-૩માં પરિગ્રડ અને આરંભની મુખ્યતા જણાવ્યા પછી હવે ગાથા૪ માં અતિચારરૂપ અશુભકર્મના કારણરૂપે અપ્રશસ્ત એવા ઇન્દ્રિય, કષાય, (યોગ), રાગ અને દ્વેષની મુખ્યતા દર્શાવે છે.
૦ ગાથા-૪માં આવતા વિષયને અર્થદીપિકા ટીકામાં રત્નશેખરસૂરિજી - જ્ઞાનાચારમાં લાગતા અતિચારોના હેત કહે છે. તેઓ ગાથા-૪ ની વૃત્તિમાં નોંધે છે કે, અહીં જ્ઞાનાતિચાર અધિકાર ચાલે છે. જ્ઞાનાતિચાર રૂપ અશુભકર્મની આ ગાથામાં નિંદા અને ગહ કરાઈ છે. તે જ્ઞાનાવરણીયકર્મ ઇન્દ્રિયો, કષાયો, યોગોથી બંધાય છે. તેમના મતે સમ્યગૂજ્ઞાનના અભાવે જ જીવ અશુભ કર્મોને બાંધે છે. માટે