________________
૧૦૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
આરંભોને વિશે.
૦ સાવ - સાવદ્ય, પાપમય. – આ પદ ગામ શબ્દના વિશેષણરૂપે છે. * સવજ્ઞ' શબ્દનું વિવેચન સૂત્ર-૯ “કરેમિભંતે'માં જોવું. – ખેતી, વ્યાપાર આદિને આરંભ કહેલ છે. ૦ વવિદે - ઘણાં પ્રકારના
- ગૃહસ્થના નિર્વાહ માટે કેટલોક આરંભ અને પરિગ્રહ તો થવાના જ છે. તેથી આ શબ્દ દ્વારા “અનેક પ્રકારના” એવું આરંભ અને પરિગ્રહ માટે વિશેષણ મૂક્યું છે.
૦ સાથે - આરંભને વિશે, આરંભ કરતાં.
– “આરંભવું તે આરંભ' તે શરીર ધારણ કરવા માટે અન્ન-પાન આદિના અન્વેષણરૂપ છે. સામાન્યથી સંસાર-વ્યવહાર માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે “આરંભ' ગણાય છે.
- સાધુ જીવનને નિરારંભી ગણાવતી વાત ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં કહી છે – “આ વિપુલ વેદનાથી જો એક વખત મુક્ત થાઉં તો શાંત, દાંત અને નિરારંભી બની તુરંત જ અનગારધર્મમાં પ્રવ્રુજિત થાઉં (એમ કહ્યું છે)
• રિવને ૩ વર - કરાવતા અને કરતાં. - આ શબ્દોનો સંબંધ પરિગ્રહ અને આરંભ સાથે છે. ૦ રવિ - અન્યને પ્રેરણા કરતાં, બીજાની પાસે કરાવતાં. ૦ કરો - જાતે કરતાં, કરવું તે કરણ.
– જે પ્રવૃત્તિ (પરિગ્રહ અને આરંભ) જાતે કરવામાં આવે તેને ‘કરણ' કહેવાય અને બીજાને પ્રેરણા-આજ્ઞાદિ કરીને કરાવવામાં આવે તેને “કારાવણ' કહેવાય.
૦ - સામાન્યથી આ શબ્દનો અર્થ “અને” થાય છે, પણ અહીં આ શબ્દ દ્વારા “અનુમોદન કરવું” અર્થ પણ કર્યો છે તેથી પરિગ્રહ અને આરંભ પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે - એ ત્રણેનો આ પદમાં સમાવેશ. કર્યો છે.
-૦- જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિની આરાધનામાં તથા વ્રતોના પાલનમાં અતિચાર લાગવામાં મુખ્ય કારણરૂપ તો અનેક પ્રકારે થયેલ પરિગ્રહ અને સાવદ્ય આરંભ જ છે. કહ્યું પણ છે કે
“વિપુલ ધનસંચય અને મોટા પાયાનો આરંભ-પરિગ્રહ અર્થાત્ વધારે પડતી સાંસારિક પ્રવૃત્તિ અને માલ મિલ્કતનો સંચય કરવો તે મનુષ્યને અવશ્ય નરક કે તિર્યંચ યોનિમાં લઈ જાય છે - જેમ સુભૂમ ચક્રવર્તીને પરિગ્રહ વૃત્તિ અને બ્રહાદત્ત ચક્રવર્તીને વધારે પડતો આરંભ (હિંસા પરિણામ) નરકગતિના કારણ બન્યા હતા.
ભગવતીજી સૂત્ર, તત્વાર્થ સૂત્રાદિમાં પણ મહા આરંભ અને મહા પરિગ્રહને નારકીપણાના કર્મ ઉપાર્જનના કારણરૂપ બતાવ્યા છે.