________________
૧૦૬
तह
તથા, તે જ રીતે
- હંસને - દર્શનને વિશે, દર્શનની આરાધનામાં
• ચરિત્ત - ચારિત્રને વિશે, ચારિત્રની આરાધનામાં
જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે પદો સાથે ‘અતિચાર' શબ્દ જોડાયેલો
છે. તેમાં—
(૧) જાણવું તે ‘જ્ઞાન’ છે. જીવાદિ તત્ત્વોને યથાર્થપણે જાણવા તે સમ્યગ્ જ્ઞાન છે, જ્ઞાનાચાર રૂપે વિચારતા તેના કાળ, વિનયાદિ આઠ ભેદો કહેલા છે. (જેનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨૮ “નાણમિ સર્ણમિ’માં કરાયેલું છે.) જ્ઞાનના ભેદોની દૃષ્ટિએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ પાંચ ભેદો પ્રસિદ્ધ છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
-
આ જ્ઞાનાચારનું યોગ્ય આચરણ ન કરવાથી, વિપરીત આચરણ કરવાથી, જ્ઞાનના ભેદો વિશે શ્રદ્ધા ન કરવાથી ઇત્યાદિ કારણે અતિચાર લાગે છે. (૨) માનવું શ્રદ્ધા તે દર્શન છે. જીવાદિ તત્ત્વોને યથાર્થપણે જાણવાં તે સમ્યગ્દર્શન છે. દર્શનાચાર રૂપે વિચારતા તેના નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ આઠ ભેદો કહેલા છે. (જેનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨૮ “નાણંમિ હંસણંમિ'માં કરાયેલું છે.) આ દર્શનાચારનું યોગ્ય આચરણ ન કરવાથી, વિપરીત આચરણ કરવાથી, સમ્યકત્વના શંકા, કાંક્ષાદિ પાંચ અતિચારોનું સેવન કરવાથી ઇત્યાદિ કારણે અતિચાર લાગે છે. (૩) જીવાદિ તત્ત્વોને હેય-ઉપાદેયના વિવેકપૂર્વક આચરણ કરવું તે સમ્યચારિત્ર છે. ચારિત્રાચાર રૂપે વિચારતા તેના પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ભેદ છે. (જેનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨૮ ‘નાણુંમિ હંસણુંમિ’’માં કરાયેલું છે.) ચારિત્રના ભેદોની દૃષ્ટિએ સામાયિકચારિત્ર આદિ પાંચ ભેદો છે.)
-
-
આ ચારિત્રાચારનું યોગ્ય આચરણ ન કરવાથી, વિપરીત આચરણ કરવાથી, ચારિત્રના ભેદો વિશે શ્રદ્ધા ન કરવાથી ઇત્યાદિ કારણે અતિચાર લાગે છે.
૦ ‘‘પાક્ષિક અતિચાર’’ સૂત્રમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિષયક અતિચારોનું વર્ણન વિસ્તારથી થયેલું છે.
૦ ૧ - “નાણે તહ દંસણે ચરિત્તે’” પછી ‘‘અ'' શબ્દ છે.
– સામાન્યથી 5 નો અર્થ ‘‘અને’’ થાય છે. પરંતુ ટીકાગ્રંથો અને બાલાવબોધમાં ‘’ શબ્દથી સંલેખનાના પાંચ અતિચાર (જે વંદિત્તુ સૂત્રની હવે પછીની ગાથા ૩૩માં કહેવાશે) તપાચારના બાર અતિચાર (વર્ણન માટે જુઓ સૂત્ર-૨૮ “નાણંમિ હંસણૅમિ) અને વીર્યાચારના ત્રણ અતિચારનું ગ્રહણ કરવું
આ રીતે કુલ-૧૨૪ અતિચાર જણાવે છે, તે આ પ્રમાણે—
(૧) જ્ઞાનાચારના-૮, (૨) દર્શનાચારના-૮, (૩) ચારિત્રાચારના-૮, તપાચારના-૧૨, વીર્યાચારના-૩, સમ્યકત્વના-૫, શ્રાવકના બાર વ્રતોના કુલ-૭૫ (સાતમા વ્રતના-૨૦ અને બાકીના અગિયાર વ્રતોના પાંચ-પાંચ મળીને કુલ-૭૫) અને સંલેષણાના-૫ એ સર્વે મળીને કુલ ૧૨૪ અતિચારો શ્રાવક માટે કહેવાયા છે. આ ૧૨૪ અતિચારમાંથી જે કોઈ અતિચાર-