________________
૧૦૫
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૧, ૨ કે ઉલ્લંઘન કરવું તે.
-૦- સમગ્ર ઉત્તરાર્ધનો અર્થ - ધારણ કરેલા શ્રાવક-વ્રતમાં પ્રમાદથી કે શરતચૂકથી કાંઈ ભૂલો કે સ્કૂલનાઓ થઈ હોય તો તેને યાદ કરીને પાછો ફરું છું તે “શ્રાવકધર્માતિચાર પ્રતિક્રમણ”.
૦ પ્રતિક્રમણ શબ્દનો અર્થ અહીં નિવૃત્તિ લેવો. “પ્રમાદવશાત્ સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલાં આત્માનું સ્વસ્થાનમાં પાછા ફરવું તેનું નામ પ્રતિક્રમણ છે. આ વ્યાખ્યામાં અહીં
સ્વસ્થાન તે “ધર્મમાં છે. પરસ્થાન તે “અતિચાર" છે. - અતિચારને પરસ્થાન કેમ કહ્યું?
– ઉપાસકદશા સૂત્રમાં કહ્યું છે કે, અતિચારો જાણવાના છે આચરવાના નથી. અર્થાત્ અતિચાર જોય છે ઉપાદેય નથી માટે અતિચાર એ પરસ્થાન છે. તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે.
– પ્રતિક્રમણ-મિચ્છા મિ દુક્કડું, નિંદા, ગર્તા એ બધાં એકાર્થક શબ્દો છે, જે આ સૂત્રમાં જુદા જુદા સ્થાને વપરાયા છે. વ્યુત્પત્તિ અર્થ તે બધાંના જુદા છે પણ “પાછું ફરવું” ભાવ તો સમાન જ છે.
– હવે બીજી ગાથામાં સામાન્યથી સર્વ અતિચાર કહે છે– • નો જે વથાફરે - જે મારા વ્રતને વિશે અતિચારો.
– મારા વ્રતમાં જે અતિચાર થયો હોય કે મને વ્રત સંબંધી જે અતિચાર લાગ્યો હોય.
– અતિચાર શબ્દનો સામાન્ય અર્થ ભૂલ કે અલના થાય છે. તો પણ અતિચારને સમજવા માટે વૃત્તિકાર ચાર ભેદ કહે છે
૧. તિક્રમ - સ્વીકૃત વ્રતની વિરાધના માટે કોઈ નિમંત્રણ કે પ્રેરણા કરે ત્યારે તેનો નિષેધ ન કરવો વગેરે તે અતિક્રમ
૨. વ્યતિક્રમ - વ્રતની વિરાધના થાય તેવા કાર્ય માટે ગમન આદિ ક્રિયાની તૈયારી તે વ્યતિક્રમ
3. તિવાર - વ્રત વિરાધના થાય તેવા દોષોનું કંઈક અંશે સેવન કરવું તે અતિચાર.
૪. મનાવાર - સર્વથા વ્રત વિરાધના કે ભંગ તે અનાચાર.
આ ચારે ભેદ પ્રત્યેક આચાર અને પ્રતાદિને લાગુ પડે છે, પણ નોંધપાત્ર વાત એ છે કે “અતિચાર'માં અતિક્રમ અને વ્યતિક્રમનો સમાવેશ થાય છે, પણ અનાચારનો સમાવેશ થતો નથી. કેમકે ક્રમમાં મોટા બનતા જતા દોષોમાં નાના દોષો સમાઈ જાય છે. પણ નાની ભૂલમાં મોટી ભૂલ સમાઈ જતી નથી. એ જ રીતે જ્યારે અતિચારનું પ્રતિક્રમણ થાય ત્યારે અતિક્રમ, વ્યતિક્રમનું પ્રતિક્રમણ થઈ જાય છે. પણ અનાચારનું પ્રતિક્રમણ થતું નથી.
• ના - જ્ઞાનને વિશે, જ્ઞાનની આરાધનામાં