________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ જેનામાંથી રાગ ચાલ્યો ગયો છે, તે આપોઆપ વેષરહિત થઈ જ ગયા છે. તેને માટે ‘વીત-દ્વેષ' શબ્દની અલગ જરૂર શાસ્ત્રકારે માની નથી. એ જ રીતે “વીરાગી" શબ્દપ્રયોગ જોવા મળે છે પણ “વીતેલી” શબ્દપ્રયોગ જોવા મળતો નથી.
– આ રાગ-દ્વેષ પ્રવૃત્તિ અનાદિકાલીન છે, એક સિક્કાની જ બે બાજુ સમાન છે. આ રાગ-દ્વેષ જીવ પરત્વે પણ હોઈ શકે અને જડ પરત્વે પણ હોઈ શકે. પરંતુ સમગ્ર દિનચર્યા વિચારશો તો અનુભવાશે કે જડ પરત્વે રાગ-દ્વેષમાં વધુ સમય જાય છે, માટે બંને છોડવા યોગ્ય છે.
• બારમે કલહ :- કલહ એ બારમું પાપસ્થાનક છે. – કલહ એટલે કજિયો, કંકાસ, લડાઈ, ઝઘડો ઇત્યાદિ.
કલહનો ઉદ્ભવ ક્રોધ, માન, માયા, લોભ કે રાગ, દ્વેષની બહુલતાથી થાય છે. માટે તે પાપસ્થાનક કહેવાય છે.
- કલહથી અનેક ભવોનો વૈરાનુબંધ જન્મે છે. જે રીતે તપેલી ગરમ રેતી સ્વયંને પણ બાળે છે અને પૃથ્વીને પણ બાળે છે, તે રીતે કલહ પોતાને અને પરને બંનેને માટે દુઃખદાયી છે.
– કલહ પાપસ્થાનકની સઝાયમાં તેને દુર્ગતિના બંધનનું મૂળ કારણ કહ્યું છે. કલહ ખમાવનારને આરાધક કહેલ છે.
- કલહમાં પાયાનું કારણ ભાષા અર્થાત્ વચનયોગ છે તો પણ ચારે ગતિમાં કલહનું અસ્તિત્વ જોવા મળે છે. કેટલાંક મનુષ્યો પ્રગટરૂપે શાંત જણાતા હોય તો પણ મનોમન કલહ કરતા હોય છે. જે માટે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
– “કલહ' શબ્દનો જુદા જુદા આગમોની વૃત્તિમાં જે અર્થ કર્યો છે. તેનો સારાંશ રજૂ કરીએ તો આવા અર્થો જોવા મળે છે - ઝઘડો, વચનથી થતો કજીયો, ભાંડવું તે, વાચાથી થતો વિગ્રહ, પ્રેમ-હાસ્ય આદિથી થતું યુદ્ધ, અન્યોન્ય અસમંજસથી થતું ભાષણ, વાદ આદિ.
• તેરમે અભ્યાખ્યાન :- અભ્યાખ્યાન તેરમું પાપસ્થાનક છે. - અભ્યાખ્યાન એટલે અછતાં દોષનું આરોપણ કરવું તે. - મવર્તી વૃત્તિ - સામે થઈ દોષોને પ્રગટ કરવારૂપ કથન તે અભ્યાખ્યાન
કહેવાય છે.
- થાનાં વૃત્તિ - જાહેર રીતે ખોટા દોષોનું આરોપણ કરવું - બીજા પર આળ ચડાવવું તે અભ્યાખ્યાન કહેવાય.
- પ્રશ્નવ્યાછરણ - વૃત્તિ - બીજાના અછતા દોષોનું આખ્યાન-કથન તે અભ્યાખ્યાન, જે મૃષાવાદનું સત્તરમું નામ છે. બીજી વ્યાખ્યા કરતા વૃત્તિકારે લખ્યું કે - અસત્ દુષણોનું કથન.
- સૂયાડ વૃત્તિ – અસત્ અભિયોગ તે અભ્યાખ્યાન - પન્નવી વૃત્તિ - અસત્ દોષનું આરોપણ કરવું તે. ૦ અભ્યાખ્યાન એ વચનયોગનો વ્યવહાર છે.