________________
૯૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
અતિચાર લાગ્યા હોય તેને હું બિંદુ .
(૨૧) નિયત કરેલા પ્રમાણથી અધિક સચિત્ત આહારના ભક્ષણમાં, સચિત્તથી સ્પર્શીત આહારના ભક્ષણમાં, અપક્વ, દુષ્પક્વ, તુચ્છ ઔષધિના ભક્ષણમાં દિવસ દરમ્યાન જે કોઈ અતિચાર લાગ્યો હોય તે સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું.
(૨૨ અને ૨૩) અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ અને સ્ફોટકકર્મ દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપાલણ કર્મ, નિલંછનકર્મ દવ-દાનકર્મ,જલશોષણ કર્મ અને અસતીપોષણ કર્મ - એ પંદર કર્માદાનો શ્રાવકે છોડી દેવા જોઈએ. છતાં તેના આચરણથી જે અતિચાર લાગ્યા હોય તેને હું પ્રતિક્રમું છું.
(આ રીતે સાતમા વ્રત અર્થાત્ બીજા ગુણ વ્રતના અતિચારો ગાથા ૨૧ થી ૨૩માં કહ્યા તેમાં પાંચ અતિચાર અને પંદર કર્માદાનો મળીને કુલ વીસ અતિચારો જાણવા.)
(૨૪) આઠમું વ્રત અર્થાત્ ત્રીજા ગુણવ્રતના અતિચારો - શસ્ત્રો, અગ્નિ, સાંબેલુ આદિ સાધનો, ઘંટી વગેરે યંત્રો, વિવિધ જાતનાં તૃણો, કાષ્ઠો, મૂળ અને ભૈષજ્યો વગેરે (વિના પ્રયોજને) બીજાને આપતાં તથા અપાવતાં સેવાયેલા અનર્થદંડ વડે દિવસ દરમ્યાન જે અતિચારો લાગ્યા હોય તે સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું.
(૨૫) ખાન, ઉદ્વર્તન, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન અને આભરણ સંબંધી સેવાયેલા અનર્થદંડ વડે દિવસ દરમ્યાન જે અતિચારો લાગ્યા હોય તે સર્વે હું પ્રતિક્રમું છું.
(૨૬) કંદર્પ, કીકુ, મૌખર્ય, સંયુક્તાધિકરણ અને ભોગઅતિરિક્તતા (એ પાંચ રૂપે અનર્થ દંડ વિરતિ સંબંધે) ત્રીજા ગુણવ્રતને વિશે જે કોઈ અતિચાર લાગ્યા હોય તેને હું બિંદુ છું.
(૨૭) પહેલા શિક્ષાવ્રતમાં સામાયિકને નિષ્ફળ કરનારા મનો-દુક્મણિધાન, વચન દુષ્પણિધાન, કાય દુષ્પણિધાન, અનવસ્થાન (અવિનયપણે સામાયિક કરવું) અને સ્મૃતિ ચાલી જવી (સામાયિક વ્રતને ભૂલી જવું) એ પાંચ અતિચારોને હું નિંદુ છું.
(૨૮) દેશાવકાશિક નામના બીજા શિલાવતમાં આનયન પ્રયોગ, પ્રખ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદગલપ (કાંકરો આદિ નાંખી પોતા-પણું જણાવવું) એ પાંચ વડે જે કોઈ અતિચાર લાગ્યા હોય તેને હું નિંદ છું.
(૨૯) પૌષધોપવાસ નામના ત્રીજા શિક્ષાવ્રતમાં સંથારો અને ઉચ્ચાર પ્રસ્ત્રવણભૂમિની પ્રતિલેખના અને પ્રમાર્જનામાં પ્રમાદ થવાને લીધે તથા ભોજનાદિની ચિંતા વડે જે કંઈ વિપરીતતા થઈ હોય (અતિચારનું સેવન થયું હોય) તેને હું બિંદુ છું.
(૩૦) સચિત્ત નિક્ષેપણ, સચિત્ત પિધાન, પર-વ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિચારો (બારમાં વ્રતના અર્થાત્ અતિથિ સંવિભાગ નામક) ચોથા શિક્ષાવ્રતના પ્રતિક્રમણ પ્રસંગે હું બિંદુ છું.
(૩૧) સુડિત (સુખી), દુઃખિત અને અસંયત સાધુઓની ભક્તિ રાગ કે દ્વેષપૂર્વક કરી હોય તેની હું નિંદા કરું છું ગહ કરું છું.