________________
૧૦૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩ (૬) કેટલુંક વિવેચન પૂર્વ સૂત્રોમાં કરેલ હોવા છતાં તેનું પુનરાવર્તન પણ
કર્યું છે.
૦ વંદન - ગાથા-૧ પહેલા બે ચરણ – • વંgિ - વંદન કરીને, નમસ્કાર કરીને - વત્ ક્રિયાપદ અભિવાદન અને સ્તુતિ બંને અર્થમાં છે. – કાયાથી નમસ્કાર કરવો તે “અભિવાદન' છે અને – વચનથી સ્તવના કરવી તે “સ્તુતિ' છે.
- આ બંને ક્રિયાઓ મનની સહાય વડે થાય છે. તેથી મન, વચન, કાયા વડે થતો નમસ્કાર એ વંદનને યોગ્ય છે.
– આ પદ વડે પાંચેય પરમેષ્ઠીને મન, વચન અને કાયા વડે નમસ્કાર કરવાનો છે, કેમકે તેનો સંબંધ હવે પછીના પદો સાથે છે.
૦ સૂત્ર-૩ “ખમાસમણમાં આ ક્રિયાપદનું વિવેચન જોવું. • સબ્રસિદ્ધ - સર્વે સિદ્ધોને અરિહંતો તથા સિદ્ધોને
૦ Ø શબ્દના અર્થ બે પ્રકાર છે. (૧) ધ્વ' એટલે બધાં અને (૨) સવ્વ - સર્વજ્ઞ અથવા સર્વે તીર્થકરો.
જો બધા અર્થ લઈએ તો “સબૂ' શબ્દ “સિદ્ધાનું વિશેષણ બની જશે અને તીર્થકર અર્થ લઈએ તો અરિતોનું ગ્રહણ થશે.
– રિહંત - શબ્દ માટે સૂત્ર-૧ “નવકાર મંત્ર” જોવું – તિર્થીયર - શબ્દ માટે સૂત્ર-૧૩ “નમુત્થણ” જોવું.
૦ સિદ્ધ - સિદ્ધોને સર્વ સિદ્ધ ભગવંતોને. આ “સિદ્ધ' શબ્દનું વિવેચન પૂર્વે સૂત્ર-૧ “નવકાર મંત્ર', સૂત્ર-૮ “લોગસ્સ સૂત્ર-૧૩ નમુસ્કુર્ણ' આદિમાં થયેલું છે.
– ‘સિદ્ધ' જે જે આત્માઓ સર્વે કર્મો ખપાવીને મોક્ષે ગયા છે તે
– તેમને વિશેષથી ઓળખાવવા માટે પંદર ભેદોનું કથન પૂર્વે કરેલ છે. તે પ્રમાણે તીર્થકર સિદ્ધ આદિ ભેદો સંક્ષેપમાં આ પ્રમાણે
આ સિદ્ધ ભગવંતો - તીર્થંકર પદવી પામીને પણ સિદ્ધ થયા હોય અને તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય કેવળીરૂપે પણ સિદ્ધ થયા હોય. તીર્થની સ્થાપના થયા પછી પણ સિદ્ધ થયા હોય કે તીર્થ સ્થાપના પૂર્વે અથવા તીર્થ ન પ્રવર્તતું હોય ત્યારે પણ થયા હોય.
તેઓએ સ્વયંબોધ પામીને, બાહ્ય નિમિત્તથી બોધ પામીને કે આચાર્ય આદિના બોધથી બોધિત થઈને પણ કર્મક્ષય કર્યો હોય
ઉપરોક્ત સર્વે આત્માઓ પુરૂષલિંગ પામીને પણ સિદ્ધ થયા હોય, સ્ત્રીલિંગ પામીને પણ સિદ્ધ થયા હોય અને નપુંસકલિંગે પણ સિદ્ધ થયા હોઈ શકે છે.
વળી તેમને સિદ્ધત્વ પ્રાપ્તિ પૂર્વે સાધુનો વેશ (સ્વલિંગ) પણ હોય, પરિવ્રાજક આદિ ભિન્નવેશ (અન્યલિંગ) પણ હોય અને ગૃહસ્થવેશ (ગૃહિલિંગ) પણ હોઈ શકે છે.
આવા કોઈપણ લિંગ કે કોઈપણ વેશ ધરાવતા ઉપરોક્ત આત્મા એકલા પણ