________________
વંદિત્ત-સૂત્ર-અર્થ
૯૩ (૩૨) (તપસ્વી, ચારિત્રશીલ અને ક્રિયાપાત્ર) તપ-ચરણ અને કરણયુક્ત સાધુઓને આપી શકાય તેવી પ્રાસુક વસ્તુઓ હાજર હોવા છતાં જો આપી ન હોય, તો મારા તે દુષ્કૃત્યને હું નિંદુ છું. તેની ગર્તા કરું છું.
(૩૩) (ધર્મના પ્રભાવથી) આ લોકમાં સુખી થવાની ઇચ્છા, પરલોકમાં સુખી થવાની ઇચ્છા, જીવવાની ઇચ્છા, મરણની ઇચ્છા, કામભોગની ઇચ્છા - એ પાંચ ઇચ્છા કરવાથી લાગતા અતિચાર મને મરણ સમયે ન થાઓ. (અથવા આ પાંચ ઇચ્છા મને મરણાંત સુધી ન હોજો.).
(૩૪) અશુભ કાયા વડે લાગેલા અતિચારને શુભ કાયયોગથી, અશુભ વચન વડે લાગેલા અતિચારને શુભ વચન યોગથી અને અશુભ મન વડે લાગેલા અતિચારને શુભ મનોયોગથી - એમ સર્વે વ્રતોના અતિચારોને હું પ્રતિક્રમું છું.
(૩૫) વંદન, વ્રત, શિક્ષા, ગૌરવ, સંજ્ઞા, કષાય, દંડ, ગુતિ અને સમિતિ (એ નવ વિષયોમાં કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી) જે અતિચારો લાગ્યા હોય તેની હું નિંદા કરું છું.
(૩૬) સમ્યક્દષ્ટિ જીવ જો કે પ્રતિક્રમણ કર્યા પછી પણ કેટલીક સાવદ્ય પ્રવૃત્તિ કરે તો પણ તેને કર્મબંધ અતિ અલ્પ થાય છે કારણ કે એ તેને નિર્દયતાના અધ્યવસાયથી કરતો નથી.
(૩૭) જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને જલ્દી શમાવી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સખ્યદૃષ્ટિ જીવ તે અલ્પ કર્મબંધનો પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા શીઘ નાશ કરે છે.
(૩૮-૩૯) જેમ શરીરમાં ઝેર વ્યાપેલું હોય તો મંત્રમૂળ વિશારદ વૈદ્યો તેનો મંત્ર વડે ઉતાર કરે છે અને તેથી તે નિર્વિષ થાય છે..
તેમ વ્રતકર્મ કરનાર ગુણવંત સુશ્રાવક પોતાનાં પાપોની આલોચના અને નિંદા કરતા-કરતા રાગ અને દ્વેષ વડે ઉપાર્જન કરેલાં આઠ પ્રકારના કર્મોને શીઘ ખપાવી દે છે.
(૪૦) ભાર ઉતારી નાખનાર મજૂર જેમ ભાર ઉતર્યા પછી ઘણો જ હળવો થાય છે, તેમ ઘણાં પાપકર્મ કરતો મનુષ્ય પણ પોતાનાં પાપોની ગુરુ સમક્ષ આલોચના અને નિંદા કરવાથી ખૂબ હળવો થાય છે.
(૪૧) જો કે શ્રાવક સાવદ્ય આરંભોને લીધે બહુ કર્મવાળો થયો હોય તો પણ આ આવશ્યક ક્રિયા વડે થોડા સમયમાં દુઃખોનો અંત કરે છે. (કરશે.).
(૪૨) મૂળગુણ અને ઉત્તરગુણો સંબંધી આલોચના કરવા યોગ્ય અતિચારો અનેક પ્રકારના હોય છે. તે બધાં પ્રતિક્રમણ કરતી વખતે યાદ આવ્યા ન હોય, તેથી તે (સર્વે અતિચારો)ની હું નિંદા કરું છું અને ગર્હ કરું છું.
(૪૩) (હવે, હું તે કેવલી ભગવંતોએ પ્રરૂપેલા શ્રાવક ધર્મની આરાધના માટે તત્પર થયો છું અને વિરાધનાથી વિરામ પામ્યો છું. (તેથી હવે) મન, વચન અને કાયા વડે તમામ દોષોથી નિવૃત્ત થઈને ચોવીશે જિનેશ્વરોને હું વંદન કરું છું.
(૪૪) ઉર્ધ્વલોક, અધોલોક અને તિછલોકમાં રહેલા સર્વે ચૈત્યો (પ્રતિમાઓ)ને