________________
વંદિત્ત-સૂત્ર-અર્થ
૯૧ વ્રતને વિશે દિવસ દરમ્યાન જે અતિચાર લાગ્યા હોય તે સર્વેને હું પ્રતિક્રમું .
(૧૧) બીજા અણુવ્રતમાં - પ્રમાદના પ્રસંગથી કે અપ્રશસ્ત ભાવોના ઉદય થવાથી બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતમાં જે કંઈ અતિચાર લાગે તેવું જે કંઈ આચરણ કર્યું હોય તેને હું પ્રતિક્રમું છું.
(૧૨) બીજા અણુવ્રતના અતિચાર - વગર વિચાર્યે કોઈના પર આળ ચડાવવું. એકાંતમાં છૂપી વાત કરતા જાણીને ભળતું અનુમાન કરવું ગુપ્ત વાત પ્રગટ કરી દેવી, ખોટો ઉપદેશ આપવો. ખોટો લેખ લખવો. (એ પાંચમાંથી) બીજા વ્રતને વિશે દિવસ દરમિયાન જે કોઈ અતિચાર લાગ્યા હોય તે સર્વેને હું પ્રતિક્રમું છું.
(૧૩) ત્રીજા અણુવ્રતમાં - પ્રમાદના પ્રસંગથી કે અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી સ્થળ પરદ્રવ્યહરણ વિરતિમાં અતિચાર લાગે તેવું જે કાંઈ આચરણ કર્યું હોય તેને હું પ્રતિક્રમું છું.
(૧૪) ત્રીજા અણુવ્રતના અતિચાર - ચોરે ચોરી લાવેલી વસ્તુ લેવી, ચોરને ચોરીમાં ઉત્તેજન આપવું. ખોટી વસ્તુને ખરા જેવી કરી વેચવી, રાજ્યના કાયદા વિરુદ્ધ આચરણ કરવું અને ખોટાં તોલ ખોટાં માપ રાખવા. (એ પાંચમાંથી) ત્રીજા વ્રતને વિશે દિવસ દરમ્યાન જે અતિચાર લાગ્યા હોય તેને હું પ્રતિક્રમું છું.
(૧૫) ચોથા અણુવ્રતમાં - પ્રમાદના પ્રસંગથી કે અપ્રશસ્ત ભાવોનો ઉદય થવાથી “હંમેશાં પારકી સ્ત્રી સાથે ગમન"ની વિરતિમાં અતિચાર લાગે તેવું જે કંઈ આચરણ કર્યું હોય તેને હું પ્રતિક્રમું છું.
(૧૬) ચોથા અણુવ્રતના અતિચાર - કુમારી કે વિધવા વગેરેનો સંગ કરતાં, રખાત કે વેશ્યા સાથે ગમન કરતાં, કામોત્તેજક ચેષ્ટાઓ કરતાં, અન્યના લગ્ન કરાવતાં તથા વિષયભોગની તીવ્ર અભિલાષા રાખતાં ચોથા વ્રતને વિશે દિવસ દરમ્યાન જે કોઈ અતિચાર લાગ્યો હોય, તે સર્વેથી હું પાછો ફરું છું.
(૧૭) પાંચમાં અણુવ્રતમાં - પ્રમાદના પ્રસંગથી કે અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી પરિગ્રહ પરિમાણ વ્રતમાં અતિચાર લાગે તેવું જે કંઈ આચરણ મેં કર્યું હોય તેને હું પ્રતિક્રમું છું.
(૧૮) પાંચમાં અણુવ્રતના અતિચાર - ધન-ધાન્ય, ક્ષેત્ર-વાસ્તુ, રૂપું-સોનું, બીજી હલકી ધાતુઓ - દ્વિપદ (માણસ) ચતુષ્પદ (પશુ, પક્ષીઓ)ના પરિગ્રહ પરિમાણના નિયમથી અધિક વસ્તુ રાખતા દિવસ દરમ્યાન જે કોઈ અતિચાર લાગ્યો હોય તેને હું પ્રતિક્રમું . ' (૧૯) પહેલા દિશા પરિણામ વ્રત નામક ગુણવ્રતના અતિચાર - ઉર્ધ્વ અધો અને તિછ દિશાના પ્રમાણનું ઉલ્લંઘન કરવાથી, ક્ષેત્રવૃદ્ધિ (એક દિશા ઘટાડી બીજી દિશામાં વધારો કરવાથી) અને સ્મૃતિ જતી રહેવાથી થયેલ પહેલા ગુણવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું.
(૨૦) બીજા ઉપભોગ-પરિભોગ નામક ગુણવતના અતિચાર - મદ્ય-માંસ આદિની વિરતિમાં, ફૂલ, ફળ, સુગંધી પદાર્થો અને માળા વગેરેના ઉપભોગમાં જે