________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ ચકવીસ-જિસ-વિચ્ચિય-કહાઈ, વોલંતુ મે દિઅહા. મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહુ સુજં ચ ધખો અ; સમ્મદિઠી દેવા, દિંત સમાહિં ચ બોર્ડિં ચ. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે આ પડિક્કમણ; અસદ્ધહણે આ તહા, વિવરીઅ-પર્વણાએ અ. ખામેમિ સવ્યજીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિતી સવ્વભૂએસ, વેરે મજુઝ ન કેણઈ; એવમહં આલોઈઅ, નિંદિઅ ગરહિએ દુગંછિએ સમ્મ; તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસં.
સૂત્ર-અર્થ :
(૧)સર્વે સિદ્ધ ભગવંતોને, ધર્માચાર્યોને, (ઉપાધ્યાયોને) તથા સર્વે સાધુઓને વંદન કરીને હું શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું.
(૨) જે વ્રતોના અતિચાર મને જ્ઞાનને વિષે, દર્શનને વિશે તથા ચારિત્રને વિશે (અને 5 શબ્દથી તપાચાર તથા વીર્યાચારને વિશે) નાના કે મોટા (જે અતિચાર લાગ્યા હોય) તેને હું બિંદુ , ગડું છું.
| (૩) બાહ્ય અને અત્યંતર એ બે પ્રકારના પરિગ્રહને લીધે, અનેક પ્રકારની પાપવાળી પ્રવૃત્તિઓ પોતે કરવામાં અને બીજા પાસે કરાવવામાં દિવસ દરમ્યાન જેજે અતિચારો લાગ્યા હોય તે સર્વે હું પ્રતિક્રમું છું.
(૪) પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો તથા રાગ અને દ્વેષનું પ્રવર્તન અપ્રશસ્તભાવ વડે થવાથી, જે કંઈ અશુભ કર્મ બંધાયુ હોય, તેને હું બિંદુ છું, તેની ગર્ણા કરું છું.
(૫) આવવામાં, જવામાં, એક સ્થાને ઉભા રહેવામાં અને વારંવાર ચાલવામાં મારા ઉપયોગ વિના, કોઈના આગ્રહથી કે ફરજ વશ થઈને દિવસ દરમિયાન જે કંઈ અતિચાર લાગ્યા હોય તેને હું પ્રતિક્રમું છું.
(૬) સમ્યક્ત્વના પાલનમાં શંકા, કાંસા, વિચિકિત્સા, કુલિંગિ-પ્રશંસા અને કુલિંગિ-સંસ્તવ વડે દિવસ દરમ્યાન નાનો કે મોટો જે અતિચાર લાગ્યો હોય, તે સર્વેને હું પ્રતિક્રમું છું.
(૭) છ કાય જીવોની હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરતાં તથા પોતા માટે, પારકા માટે કે બંનેને માટે રાંધતા કે રંધાવતા જે દોષો થયા હોય તેને હું નિંદુ .
(૮) પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોના વિષયમાં દિવસ દરમ્યાન લાગેલા બધાં અતિચારોને હું પ્રતિકકું છું.
(૯) પહેલા અણુવ્રતમાં - પ્રમાદના પ્રસંગથી કે અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં જે કંઈ અતિચાર લાગે તેવું આચરણ કર્યું હોય, તેને હું પ્રતિક્રમું .
(૧૦) પહેલા અણુવ્રતના અતિચાર - વધ કરવો, બંધન બાંધવું અંગચ્છેદન કરવું અતિભાર ભરવો તથા ભોજન-પાણીનો અંતરાય કરવો. (એ પાંચમાંથી) પ્રથમ