________________
૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
છે. જેને માટે સ્થાનાંગ, ભગવતીજી, નાયાધમ્મકતા અને વિવાઈ સૂત્ર તથા સંથારાપોરિસીમાં મિસિસૐ શબ્દ પ્રયોજાયેલા છે. “મિથ્યાદર્શનશલ્ય" તેમ ગુજરાતીમાં કહી શકાય.
- મિથ્યાત્વશલ્ય એટલે મિથ્યાત્વરૂપ દોષ
– “મિથ્યાત્વ” એટલે વસ્તુને વિપરીત રીતે સમજવી કે અન્ય રીતે માનવી તે અથવા મિથ્યાજ્ઞાનનો ભાવ તે મિથ્યાત્વ
“શલ્ય” એટલે પાપ અથવા દોષ
આ રીતે મિથ્યાત્વનું સેવન કરવું કે મિથ્યાત્વ દોષના ભાગી થવું તે મિથ્યાત્વશલ્યરૂપ પામસ્થાનક છે.
- થાનાં સૂત્ર-૪૮ની વૃત્તિમાં કહે છે - મિથ્યાદર્શન એટલે વિપરીત દૃષ્ટિ. તે જ ભાલા વગેરે શલ્યની જેમ શલ્ય છે કેમકે આ શલ્ય દુઃખના હેતુરૂપ છે.
મિથ્યાદર્શન પાંચ પ્રકારે છે (૧) આભિગ્રહિક, (૨) અનભિગ્રહિક, (૩) આભિનિવેશિક, (૪) અનાભોગિક, (૫) સાંશયિક.
- ઉત્તરાધ્યયન-વૃત્તિ - અતત્ત્વમાં તત્ત્વનો અભિનિવે. - સમવાયાં -વૃત્તિ - અતત્ત્વાર્થનું શ્રદ્ધાન તે.
- પાપસ્થાનકની સઝાયમાં “મિથ્યાત્વશલ્ય' પાપ સ્થાનકને સત્તરે પાપસ્થાનક કરતાં પણ ભારે પાપસ્થાનક કહ્યું છે.
આ પ્રમાણે અઢાર પાપસ્થાનકોની રજૂઆત કરી સૂત્રકાર આગળ નોંધે છે –
• એ અઢાર પાપસ્થાનક માંહે માહરે જીવે જે કોઈ પાપ – ઉપર કહ્યા પ્રમાણેના પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ જે અઢાર પાપ સ્થાનક છે. આ અઢારે પાપસ્થાનકમાંથી મેં (મારા જીવે) જે કોઈ એક, બે, ત્રણ કે અઢારે અઢાર પાપમાંથી જે કોઈ પાપ..
• સેવ્યુ હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોઘુ હોય
સ્વયં (પોતે) આચર્યું હોય કે કર્યું હોય, સત્તા-લાલચ કે સૂચના આદિ દ્વારા બીજા કોઈની પાસે આચરાવ્યું હોય કે કરાવ્યું હોય, આવું પાપસ્થાનક-આચરણ કરતા કે કરાવતા હોય, તેને અંતરથી સારું માન્યું હોય કે વચનાદિ દ્વારા તેમને અનુમોદન કે ઉત્તેજન આપ્યું હોય.
• તે સર્વે મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ
તે સર્વે અર્થાત્ એક, બે.... યાવત્... અઢાર જે કોઈ પાપ કર્યા - કરાવ્યા, અનુમોદ્યા હોય તે બધાંનું
મનથી, વચનથી, કાયાથી (એ ત્રિકરણ યોગે) મારું તે પ્રત્ મિથ્યા થાઓ અર્થાત્ તે પાપાચરણના વિશે હું માફી માંગુ છું. ૦ છેલ્લા ત્રણ વાક્યોમાં પાઠભેદ અને સાક્ષી પાઠ :(૧) પાપસ્થાનક માંડે - અહીં માંડેને બદલે “માંડી' પણ મળે છે. (૨) માહરે જીવે - ને બદલે “મહારે જીવે’ પણ લખે છે.