________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
- પરિવ૮ માં પર + પર + વ ત્રણ શબ્દો છે. “પર' એટલે બીજાના વિષયમાં, 'પરિ' અર્થાત્ વિપરીત અને “વાદ' અર્થાત્ કથન - કહેવું તે.
– પરપરિવાદનો વ્યવહારુ અર્થ છે “બીજાની નિંદા”. તેને બીજા શબ્દોમાં અવર્ણવાદ' પણ કહે છે.
૦ આ પાપસ્થાનકના સેવનમાં વચનયોગની મુખ્યતા છે.
- તત્ત્વાર્થ સૂત્રકારે પરનિંદાને નીચગોત્ર કર્મ બંધના ચાર કારણોમાંનું એક કારણ કહ્યું છે.
• સત્તરમે માયામૃષાવાદ :- માયામૃષાવાદ એ સત્તરમું પાપસ્થાનક કહ્યું છે. જેને માટે સ્થાનાંગ સૂત્ર-૪૮માં “માયામસિ' - “માયામૃષા' શબ્દ વપરાયો છે. આ જ શબ્દ સંથારાપોરિસીમાં છે.
– માયામૃષાવાદ એટલે છેતરપીંડી, પ્રતારણા. – “માયાથી ઉત્પન્ન થયેલ કે માયાયુક્ત મૃષાવાદ." તેને માયામૃષાવાદ કહે છે.
- વ્યવહારથી તેને જાળ બિછાવવી, કાવતરાં કરવા, છેતરપિંડી કરવી કે પ્રતારણા કરવી કહેવાય છે.
- થાનાં સૂત્ર-૪૮માં કહ્યું છે - માથા એટલે નિકૃતિ, માસ એટલે મૃષા કે મૃષાવાદ. માયાથી યુક્ત મૃષા તે માયામૃષા. પ્રાકૃતમાં તેને માયામસિ કહે છે. આમાં બે દોષનો યોગ થયો છે - માયા અને મૃષાવાદ (બીજું અને આઠમું પાપસ્થાનક) અહીં ઉપલક્ષણથી “માનમૃષા' આદિ સંયોગ દોષ પણ સમજી લેવો.
– નાથH-વૃત્તિ - વેશાંતર કરીને લોકોને છેતરવા તે.
- માવતી-વૃત્તિ - વેશાંતર અને ભાષાંતર કરીને જે બીજાનું વંચન કરવું - ઠગવા તે માયામૃષા છે.
–પ્રશ્નવ્યારા - તેને બીજા અધર્મ કારનું ચોથું નામ કહ્યું છે.
- ઉવવા-વૃત્તિ - ત્રીજા કષાય અને બીજા આશ્રવનો સંયોગ એટલે “માયામૃષાવાદ” એમ જાણવું
– મનમાં કંઈક જુદુ અને વચનમાં કંઈક જુદુ તેને માયા-મૃષાવાદ કહે છે. જે વૈશ્યાની નીતિ સમાન હોય છે તેથી કદી સુખ આપતા નથી.
– આ પાપસ્થાનકમાં મનોયોગ સાથે વચનયોગ પણ ભળે છે. ૦ ખાસ નોંધ :
માયામૃષાવાદ' સત્તરમાં પાપસ્થાનકરૂપે અતિ પ્રસિદ્ધ છે. તેથી ગ્રંથકારો કે વ્યાખ્યાન દાતાઓ ‘માયા' અને “મૃષાવાદ'ના સંમિશ્રણ પરત્વે વિશેષ ધ્યાન આપે છે. આ સંજોગોમાં સ્થાનાંગ સૂત્ર-૪૮ની વૃત્તિમાં નોંધેલ વાક્ય ખાસ ધ્યાનમાં લેવા જેવું છે – “ ૪ નાનકૃષદ્વિસંગલિોકોનાક્ષ.” આ જ વાતને ઉવવાઈ સૂત્ર૩૪ની વૃત્તિમાં પણ નોંધી છે – “યામસિ'ત્તિ તૃતીયા દ્વિતીયાશ્રય: સંયો:, अनेन च सर्वसंयोगा उपलक्षिताः
• અઢારમે મિથ્યાત્વશલ્ય:- મિથ્યાત્વ શલ્યને અઢારમું પાપસ્થાનક કહેલું