________________
સવ્યસ્સ વિ સૂત્ર
સૂત્ર-૩૩
:
( પ્રતિક્રમણ આજ્ઞા-યાચના
| સૂત્ર-વિષય :
આખા દિવસમાં લાગેલા પાપને અતિ ટૂંકમાં કહી ગુરુ મહારાજ પાસે “હવે શું કરવું?" તે અંગેની આજ્ઞા માંગવા માટેનું આ સૂત્ર છે. છેલ્લે શિષ્ય પોતાના પાપોની આ સૂત્ર દ્વારા માફી માંગે છે.
v સૂત્ર-મૂળ :સવ્યસ્સ વિ દેવસિઅ દુચિંતિએ દુબભાસિઅ દુચિઠિના ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડું - સૂત્ર-અર્થ :
(શિષ્ય કહે–)દિવસ સંબંધી સર્વ પણ દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ અને દુષ્ટ ચેષ્ટા સંબંધી હે ભગવન્! આપ સ્વેચ્છાએ આજ્ઞા આપો (કે હું શું કરું ?)
(ત્યારે ગુરુ કહે કે, મેહં - તું તેનું પ્રતિક્રમણ કર.) (ત્યારે શિષ્ય કહે–) “ઇચ્છે' મારે આપની આજ્ઞા પ્રમાણ છે. મારું તે સર્વે પાપ મિથ્યા થાઓ. i શબ્દજ્ઞાન :
આ સૂત્રના શબ્દો સૂત્ર-૨૬ “દેવસિઅ પડિક્કમણે ઠાઉં” સૂત્ર મુજબ છે તેથી શબ્દ-જ્ઞાન સૂત્ર-૨૬માં જોવું
વિવેચન :
અતિચારની આલોચના કર્યા પછી (શ્રાવક સાત લાખ અને અઢાર પાપસ્થાનક સૂત્ર બોલવા દ્વારા જીવહિંસા અને પાપસ્થાનકોની આલોચના કરે, જો શ્રાવક પૌષધમાં હોય તો “ગમનાગમન' સંબંધી આલોચના કરે અને શ્રમણો દેવસિક કે રાત્રિક અતિચાર બોલી આલોચના કરે ત્યારપછી) પ્રતિક્રમણ સૂત્ર બોલતા પહેલા “પ્રતિક્રમણ આજ્ઞાયાચના” માટે આ સૂત્ર બોલાય છે. તે આદ્ય પદોથી “સબ્યસ્સ વિ” સૂત્ર નામે ઓળખાય છે.
જ્યારે પ્રતિક્રમણની આજ્ઞા માંગે ત્યારે ગુરમહારાજ તેને “ડિમેટ્ટ શબ્દથી આજ્ઞા આપે. શિષ્ય તે આજ્ઞાને ‘ઇચ્છે' શબ્દ બોલી સ્વીકારે. અહીં “ઇચ્છે' શબ્દ દ્વારા હા, આપની આજ્ઞાનુસાર હવે તેનું (વિસ્તારથી) પ્રતિક્રમણ કરું છું તેમ શિષ્ય