________________
૮૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ પાપસ્થાનકોનો ઉલ્લેખ કરાયેલો છે.
– પરંતુ આ અઢાર પાપસ્થાનકમાં કિંચિત્ પાઠભેદ છે. છઠા પાપસ્થાનક રૂપે તેમાં રાત્રિભોજનનો ઉલ્લેખ છે અને રતિ-અરતિ નામક પાપસ્થાનક તેમણે નોંધેલ નથી.
– આ વાતની નોંધ, પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં પણ કરી છે, ત્યાં લખ્યું છે કે, “સ્થાનાંગ સૂત્રમાં રાત્રિભોજન પાપસ્થાનકમાં ગણેલ નથી. પરંતુ પરપરિવાદની આગળ રતિ-અરતિને ગણેલ છે.
૦ આ સૂત્રનો પ્રત્યક્ષરૂપે ઉપયોગ માત્ર પ્રતિક્રમણ ક્રિયામાં થાય છે, વળી આ સૂત્ર શ્રાવકો જ બોલે છે, શ્રમણો બોલતા નથી. શ્રાવકો પણ પૌષધ કર્યો હોય તો આ સૂત્ર બોલતા નથી.
- શ્રાવકો પ્રતિક્રમણમાં સાત લાખ સૂત્રની જોડે આ અઢાર પાપસ્થાનક સૂત્ર બોલે છે.
૦ આ અઢાર પાપસ્થાનકને નામોચ્ચારપૂર્વક પ્રાકૃત ભાષામાં શ્રમણો તથા રાત્રિ પૌષધવ્રતધારી શ્રાવકો જરૂર બોલે છે, પણ તે “સંથારાપોરિસી' ભણાવે ત્યારે બોલાય છે. | સૂત્ર-નોંધ :– આ સૂત્ર ગુજરાતી ભાષામાં છે.
– આ સૂત્રના આધારસ્થાનરૂપે સ્થાનાંગ સૂત્ર-૪૮, ભગવતીજી સૂત્ર-૯૪, ઉજવાઈ સૂત્ર-૩૪, (થોડા ફેરફાર સાથે) પન્નવણા સૂત્ર-પ૨૫ (માં ‘ક્રિયા' સ્વરૂપે) ઇત્યાદિ આગમો ગણાવી શકાય કેમકે તે બધામાં આ અઢાર પાપસ્થાનોનો જુદી જુદી રીતે ઉલ્લેખ જોવા મળે છે.
- પ્રવચન સારોદ્ધાર કાર-૨૩લ્માં પણ ઉલ્લેખ છે.
—X
—
—