________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
ઉત્તરાધ્યયન વૃત્તિ - વિશુદ્ધ એવા આત્માને પણ જે દૂષિત કરે અને વિકૃતિને લાવે તેને દોષ કહે છે.
આગમસૂત્રોની વૃત્તિમાં દ્વેષ ને દોષ, અપ્રીતિ લક્ષણ, માલિન્ચ કરણ, માત્સર્ય, દૂષણ ઇત્યાદિ અર્થોમાં જણાવેલ છે.
૦ લઘુ દૃષ્ટાંત :- ભગવંત મહાવીર તેમના પૂર્વભવમાં જ્યારે ‘વિશ્વભૂતિ’ નામે રાજકુમાર હતા. તેમણે દીક્ષા લીધી. માસક્ષમણ આદિ તપશ્ચર્યાથી કાયા કૃશ બની ગયેલી. કોઈ વખતે માસક્ષમણને પારણે ગૌચરી અર્થે નીકળેલા. તે વખતે તેનો ભાઈ વિશાખાનંદી ગવાક્ષમાંથી જોઈ રહ્યો હતો તેટલામાં કોઈ ગાયે વિશ્વભૂતિ મુનિને પછાડી દીધા. તે જોઈને વિશાખાનંદીએ મશ્કરી કરી કે, રાજકુમાર હતા ત્યારે તમે એક મુક્કો મારી કોઠાના ફળ પાડી દીધા હતા, હવે તમારું એ બળ ક્યાં ગયું ? તે વખતે વિશ્વભૂતિ મુનિને ભયંકર દ્વેષ ચડ્યો, ગાયને શીંગડાથી પકડી ભમાવીને પાડી દીધી. પછી દ્વેષથી નિયાણું કર્યું, નિયાણાના પ્રભાવે ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ બન્યા અને સિંહનો ભવ પામેલા વિશાખાનંદીના જડબા ખેંચી મારી નાંખ્યો. પણ દ્વેષનું પરિણામ તેમને નરકમાં લઈ ગયું.
૦ રાગ-દ્વેષ યુગલ વિશે કંઈક વિશેષ :
૭૫
-
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર (પગામસિજ્જા)માં એક વાક્ય આવે છે ‘દોહિં બંધણેહિં - રાગબંધણેણં દોસબંધણેણં' અર્થાત્ રાગ અને દ્વેષ એ બે બંધન છે. આ બંધન વડે સેવેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. રાગ (આસક્તિ) અને દ્વેષ (અપ્રીતિ) એ બંને આત્માને કર્મબંધ કરાવનાર હોવાથી સંસારમાં બંધનરૂપ છે. રાગ-દ્વેષ બંને અસંયમરૂપ કહ્યા છે. તેનાથી જે અતિચાર લાગે તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. રાગને આત્માનો ખતરનાક શત્રુ અને દ્વેષને ભવ-વૃદ્ધિ કારક કહ્યો છે. વંદિત્તુ સૂત્ર અને પગામસિજ્જા બંનેની છેલ્લી ગાથામાં કહ્યું છે “એવું અટ્ઠવિડં કમ્મ રાગદોસ સમજ્જિઅં' અર્થાત્ આઠ પ્રકારના કર્મોનું ઉપાર્જન રાગ-દ્વેષથી થાય છે. પ્રશમતિ માં ઉમાસ્વાતિજી પણ લખે છે કે, “રાગ-દ્વેષથી યુક્ત જીવને કેવળ કર્મબંધ જ થાય છે તે સિવાય અલ્પ પણ ગુણ થતો નથી. (માટે આ બંને પાપસ્થાનોનો ત્યાગ કરવો)
www
રાગ અને દ્વેષ બંનેને મોહરૂપી વૃક્ષના બીજરૂપ કહ્યા છે.
- પાક્ષિક સૂત્રમાં પાંચ મહાવ્રત અને છટ્ઠા રાત્રિભોજન વ્રતનું સ્વરૂપ જણાવેલ છે. આ દરેકને ચાર પ્રકારે કહ્યા છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. તે દરેકમાં ભાવથી સ્વરૂપ જણાવતા રામેળ વા યોસેળ વા લખ્યું - રાગથી કે દ્વેષથી હિંસા, મૃષા, ચોરી, મૈથુન, પરિગ્રહ કે રાત્રિભોજનનું સેવન તે ભાવદોષ છે.
રાગદ્વેષને કષાયોની ઉત્પત્તિમાં કારણભૂત જણાવતા પણ કહેવાયું છે કે, ક્રોધ અને માન અભિવ્યક્ત ન થાય ત્યારે દ્વેષ કહેવાય છે અને અનભિવ્યક્ત માયા અને લોભને રાગ કહ્યો છે. તેથી ચારે કષાયોની મૂળ ઉત્પત્તિ રાગ-દ્વેષ છે.
દ્વેષ એ રાગનું જ રૂપાંતર છે. તેથી જ વીત-રાગ શબ્દ પ્રયોજાય છે.
-
-