________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
૭૩.
પ્રાપ્ત થતી નથી. શિક્ષાને અભાવે જ્ઞાનમાં કે ચારિત્રમાં કોઈ જાતની પ્રગતિ સંભવતી નથી.
(૩) માયાથી સરળતા ચાલી જાય છે, સરળતા ચાલી જતાં ધર્મ ટકતો નથી. ધર્મના અભાવે મનુષ્યનું જીવન પશુ બની જાય છે.
(૪) લોભથી તૃષ્ણા વધે છે. તૃષ્ણા વધતા કાર્ય-અકાર્યનું ભાન ભૂલી જવાય છે. કાર્ય-અનાર્યનું ભાન ભૂલાય એટલે પાપનો પ્રવાહ જોરથી ધસી આવે છે. એ રીતે લોભ એ સર્વે સગુણોનો વિનાશક છે.
આ રીતે નવે પાપસ્થાનકોના ત્યાગ માટે પરમાત્માએ ઉપદેશ આપેલો છે. પ્રાણાતિપાત આદિ પહેલા પાંચ માટે તેનાથી સર્વથા અથવા ધૂળથી અટકવું તે અણગાર કે આગાર ધર્મનું ગ્રહણ અને પાલન. જ્યારે ક્રોધાદિ કષાયનો ત્યાગ તે કષાયજય. હવે બાકીના નવ પાપસ્થાનકોની વિચારણા કરીએ.
૦ દશમે રાગ - દશમું પાપસ્થાનક “રાગ' કહેલ છે.
– “રાગ' માટે સંથારા પોરિસીની ગાથામાં પિત્ત અને આવશ્યક સૂત્ર-૪૮માં પૈત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે.
– ત્રિ' એટલે પ્રિયપણાનો ભાવ કે કર્મ તેનો અર્થ “પ્રેમ' એવો કર્યો છે. વૃત્તિકાર લખે છે કે “પ્રેમ' એ અનભિવ્યક્ત એવો માયા અને લોભ લક્ષણરૂપ છે. તેને અભિવૃંગ-આસક્તિ કહે છે.
– આ “પ્રેમ' નામક પાપ સ્થાનને બીજા શબ્દમાં “રાગ' કહે છે.
– રંજન કે રંજિત થવું તે ‘રાગ'. અહીં રંજન શબ્દથી વિવિધ ભાવો વડે થતું આત્માનું રજિતપણું સમજવું.
વિશિષ્ટ અર્થમાં માયા અને લોભની મુખ્યતાવાળી વૃત્તિઓથી આત્માને અમુક વસ્તુ પ્રત્યે જે મનોજ્ઞભાવ કે પ્રેમ ઉત્પન્ન થાય તે રાગ કહેવાય છે.
– જીવ જેના વડે રંગાય છે તે “રાગ' કહેવાય છે.
- આ રાગનું સ્વરૂપ મુખ્યત્વે ત્રણ પ્રકારે કહેવાયુ છે – (૧) દૃષ્ટિરાગ, (૨) કામરાગ અને (૩) નેહરાગ.
(૧) દૃષ્ટિરાગ - કુપ્રવચનમાં આસક્તિ થવી - જેમાં ખોટા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, તે પણ સારું લાગવું, રુચિકર થવું તે દષ્ટિરાગ કહેવાય છે.
(૨) કામરાગ :- શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્તિ થવી તે કામરાગ કહેવાય છે.
(૩) સ્નેહરાગ :- પિતા, પુત્ર, પત્ની, પરિવાર આદિ પરત્વોનો સ્નેહભાવ હોવો તે સ્નેહરાગ કહેવાય છે.
મુહપત્તિ-પડિલેહણના ૫૦ બોલમાં પણ કહેવાય છે કે, કામરા, ખેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું.
રાગના બીજી રીતે બે ભેદો પણ કહ્યા છે – (૧) અપ્રશસ્ત, રાગ અને