________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
- માનના ચાર ભેદો કહ્યા છે – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન
– માન'ની વિશેષ વ્યાખ્યા સૂત્ર-ર “પંચિંદિય'માં જોવી. તેનો ઉલ્લેખ સૂત્રર૭ “ઇચ્છામિ ઠામિ'માં પણ છે.
– ‘માન' એ કષાયના ચાર ભેદોમાંનો એક ભેદ છે. – નીવાર્તવમાન વૃત્તિમાં “માનનો અર્થ છે. ગર્વપરિણામ
- થાની વૃત્તિ મુજબ - "હું જાત્યાદિ ગુણવાનું છું" એ પ્રમાણે માનવુંવિચારવું તે “માન’ છે.
- ઉત્તરાધ્યયન વૃત્તિ :- ‘અહમ્ એ પ્રમાણે પ્રત્યય હેતુ.
– સાવાર વૃત્તિ :- જાતિ, કુળ, રૂપ, બળ આદિથી સમુત્પન્ન થયેલ ગર્વ તે માન છે.
૦ લઘુ દષ્ટાંત :- ભગવંત મહાવીરના ત્રીજા ભવની વાત સુવિદિત છે. જ્યારે તેઓએ ઋષભદેવ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરેલી હતી, ત્યારપછી આપમેળે નવો વેશ રચ્યો. “મરીચિ' નામથી તેની કથા અતિ પ્રસિદ્ધ બનેલી છે. કોઈ વખતે ભરત ચક્રવર્તીએ ભગવંત ઋષભદેવને પૂછયું કે, આ સમવસરણમાં કોઈ તીર્થકરનો જીવ છે કે કેમ ? ત્યારે ઋષભદેવ ભગવંતે ભરતને કહ્યું કે, આ તારો પુત્ર મરીચિ છે તેને ત્રણે ઉત્તમ પદવી પ્રાપ્ત થવાની છે. તે વાસુદેવ, ચક્રવર્તી અને આ ચોવીસીના અંતિમ તીર્થંકર થશે. ત્યારે ભરત ચક્રવર્તી આ વાત સાંભળીને પ્રસન્ન થયા, મરીચિ પાસે જઈને તેને ત્રણ પ્રદક્ષિણા આપી, નમસ્કાર કર્યા પછી કહ્યું કે, હું તારા ત્રિદંડીપણાને નમસ્કાર કરતો નથી, પણ તમે ભાવિમાં છેલ્લા તીર્થકર આ ભરત ક્ષેત્રની આ ચોવીસીમાં થવાના છો તેને નમસ્કાર કરું છું. એમ નમસ્કાર કરીને ભગવંત ઋષભદેવે કહેલ આખી ભવિષ્યવાણી તેને કહી સંભળાવી.
મરીચિને આ વાત સાંભળીને માનકષાયનો ઉદય થયો. તે નાચવા અને ગાવા લાગ્યા કે મારું કુળ કેટલું ઉત્તમ છે ? મારા દાદા પહેલા તીર્થકર થયા, મારા પિતા પહેલા ચક્રવર્તી થયા અને હું પહેલો વાસુદેવ થઈશ. વળી હું પણ વાસુદેવ-ચક્રવર્તી અને તીર્થકર એ ત્રણે પદવીને પામીશ. જગતુમાં ઉત્તમપુરૂષોની ત્રણ-ત્રણ પદવી મને પ્રાપ્ત થશે એવી ઉત્તમતા મારા જીવની છે ! આ રીતે ગોત્ર-કુળના મદથી અભિમાનમાં અંધ બન્યો. ભલે મરીચિની વાત સાચી હતી પણ આ માન કષાયે તેને નીચ ગોત્ર કર્મ બંધાવ્યું. છેક પંદરમાં ભવ સુધી જ્યારે જ્યારે મનુષ્ય થયા ત્યારે બ્રાહ્મણપણાને પામ્યા. છેલ્લે ભગવંત મહાવીરના ભવે પણ ૮૨ દિવસ બ્રાહ્મણીની કુક્ષિમાં રહ્યા.
• આઠમે માયા :- માયા એ આઠમું પાપસ્થાનક કહ્યું છે. – માયા એટલે છળ, કપટ, પ્રપંચ ઇત્યાદિ.
- માયાકષાય મોહનીય કર્મના ઉદયથી જીવના કપટ કરવારૂપ પરિણામ તે “માયા'. દગો, પ્રપંચ, વિશ્વાસઘાત, કુટિલતા આદિ તેના અર્થસૂચક શબ્દો કે પર્યાયો છે.
– માયા કષાય વિશે વિશેષ માહિતી માટે જુઓ સૂત્ર-૨ “પંચિંદિય". તેનો