________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
હતું. મગધ સમ્રાટ શ્રેણિક પણ એક વખત તે જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયેલો હતો. તો પણ તે મમ્મણ શેઠ જીંદગીભર શું ખાતો હતો ? માત્ર તેલ અને ચોળા. તેની ધન-પરિગ્રહની મૂચ્છ અંતે તેને સાતમી નરકમાં લઈ ગઈ.
- છઠે ક્રોધ :- ક્રોધને છઠું પાપસ્થાનક કહ્યું છે. – ક્રોધ એટલે ગુસ્સો કે કોપ
– કષાય મોહનીયના ઉદયથી જીવનો ગુસ્સે થવા રૂપ પરિણામ તે ક્રોધ, કોપ, રોષ ભંડન તેના પર્યાયો છે.
– ક્રોધની વિશેષ વ્યાખ્યા સૂત્ર-૨ “પંચિંદિય”માં જોવી તેનો ઉલ્લેખ સૂત્ર૨૭ “ઇચ્છામિ ઠામિ'માં પણ છે.
– ક્રોધ એટલે કષાય મોહનીય કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ તેના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંવલન એવા ચાર પેટાભેદ વર્ણવાયા છે.
– ક્રોધ એ કષાયના ચાર ભેદોમાંનો એક ભેદ છે.
-- માવાર સૂત્ર-વૃત્તિમાં કહ્યું છે – કારણે અથવા અકારણે અતિ કુર અધ્યવસાય થવો તે ક્રોધ છે અથવા આત્મીય ઉપઘાતકારિણી ક્રોધકર્મના વિપાકનો ઉદય તે ક્રોધ.
- થાનાં સૂત્ર-વૃત્તિ જેના વડે કુદ્ધ થાય તે ક્રોધ, ક્રોધ, મોહનીય સંપાદ્ય જીવની પરિણતિ વિશેષ તે ક્રોધ
- ઉત્તરાધ્યયન વૃત્તિ - અપ્રીતિ લક્ષણ તે ક્રોધ.
૦ લઘુ દૃષ્ટાંત :- ક્રોધની વાત નીકળે ત્યારે ચંડકૌશિકની યાદ તો આવે જ. પ્રસિદ્ધ ઉદાહરણ છે, પૂર્વે લખાઈ પણ ગયું છે. તપસ્વી એવા સાધુ બાળમુનિને લઈને દેહ-ચિંતા નીવારવાને ગયેલા હતા. માર્ગમાં એક નાની દેડકી પગ નીચે આવીને મૃત્યુ પામી. વસતિમાં પાછા આવ્યા ત્યારે ઇરિયાવાડી પ્રતિક્રમતી વખતે દેડકીની વિરાધનાની આલોચના ન કરી, બાળમુનિએ યાદ કરાવ્યું, પણ તપસ્વી સાધુએ તે વાતને ધ્યાનમાં ન લીધી. ફરી પ્રતિક્રમણ વેળા યાદ કરાવ્યું, તો પણ તપસ્વી મુનિએ આલોચના ન કરી, તે બાળમુનિ પર અત્યંત ક્રોધે ભરાઈને તેને મારવા દોડ્યા. થાંભલા સાથે ભટકાઈને મૃત્યુ પામ્યા.
તપસ્વી સાથે ક્રોધ અને તપ બંનેના પ્રભાવથી જ્યોતિષ્ક દેવ થયા. પછી તાપસ થયા ત્યારે પણ તેનો ક્રોધ પરત્વે કાબુ ન હોવાથી સૌ તેને ચંડકૌશિક કહેવા લાગ્યા. ત્યાંથી મૃત્યુ પામી તેઓ સર્પ રૂપે જન્મ્યા, જેની ચંડકૌશિક સર્પ નામે પ્રસિદ્ધ કથા છે.
• સાતમે માન :- સાતમું પાપસ્થાનક “માન' કહ્યું છે. – માન ને ગર્વમદ, અહંકાર નામે ઓળખે છે.
– માન કષાયમોહનીય કર્મના ઉદયથી જીવને મદ થવારૂપ પરિણામ, તે માન. આ માનના સ્તંભ, ગર્વ, ઉત્સક, અહંકાર, દર્પ, મદ વગેરે અર્થસૂચક શબ્દો છે.