________________
“સાતલાખ” સૂત્ર
-સૂત્ર-૩૧ સાતલાખ સત્ર છે જીવહિંસા આલોચના સૂત્ર
v સૂત્ર-વિષય :
ચોરાશી લાખ યોનિ વાળા જીવોમાંથી જે જીવોની હત્યા થઈ હોય કે કરીકરાવી હોય તે બધાં જીવોની માફી આ સૂત્ર વડે માંગવામાં આવેલ છે. અહીં યોનિનો અર્થ છે જીવોને ઉપજવાનાં સ્થાન.
સૂત્ર-મૂળ :સાત લાખ પૃથ્વીકાય,
સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય,
સાત લાખ વાઉકાય દશ લાખ પ્રત્યેક-વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ-વનસ્પતિકાય, બે લાખ બેઇંદ્રિય,
બે લાખ તેઇદ્રિય, બે લાખ ચઉરિદ્રિય,
ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી,
ચાર લાખ તિર્યંચ-પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંહે માહરે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યો હોય, તે સર્વે મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડું - સૂત્ર-અર્થ :આ સૂત્ર ગુજરાતીમાં હોવાથી તેનો અર્થ આપેલ નથી
: શબ્દજ્ઞાન :સાત લાખ - ઇત્યાદિ રકમો તે-તે જીવોના અંક સૂચવે છે પૃથ્વીકાય - પૃથ્વીના જીવ
અપકાય - પાણીના જીવ તેઉકાય - અગ્રિના જીવ
વાઉકાય - પવનના જીવ પ્રત્યેક - એક શરીરને આશ્રીને એક જ જીવ હોય તે સાધારણ - એક શરીરને આશ્રીને અનેક જીવ હોય તે વનસ્પતિકાય - ઝાડ, પાન, ફૂલ આદિ વનસ્પતિના જીવ બેઇંદ્રિય - બે ઇન્દ્રિયવાળા જીવ (એ રીતે ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા જીવ)