________________
૬૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
• માહરે જીવે - મારા જીવ વડે, મેં
- જે કોઈ જીવ હણ્યો હોય, તણાવ્યા હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય - ઉક્ત સર્વે જીવોમાંથી કોઈ પણ જીવની સ્વયં હત્યા કરી હોય, બીજા પાસે હત્યા કરાવી હોય અને હત્યા કરનાર-કરાવનારને અનુમતિ આપી હોય કે હત્યાની અનુમોદના કરી હોય.
• તે સર્વે મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડું – તે સર્વે - તે બધાં પ્રકારની હત્યાનું મને વચને કાયાએ – મનથી, વચનથી અને કાયાથી મિચ્છા મિ દુક્કડં - મારું દુષ્કૃત્ મિથ્યા થાઓ.
* અહીં મને, વચન, કાયાએ ને બદલે મન, વચન, કાયાએ એવો પાઠ પણ પ્રતિક્રમણ સૂત્રોના પુસ્તકમાં નોંધાયેલ છે.
કરી મિચ્છા મિ દુક્કડં'ને બદલે “કરી તસ્સ મિચ્છા મિ દુકí' એવો પાઠ પણ પ્રતિક્રમણ સૂત્રોના પુસ્તકમાં છે. In વિશેષ કથન :
આ સૂત્રમાં જીવહિંસા સંબંધી માફી માંગવામાં આવેલ છે, કેમકે અહિંસાધર્મની પરિપાલના એ મુખ્ય હેતુ છે. અરિહંત પરમાત્માનો ઉપદેશ છે કે સર્વ જીવોને સુખ પ્રિય છે, દુઃખ કોઈને ગમતું નથી. કોઈ પણ જીવનો વધ કરવાથી તેને દુઃખ પહોંચે છે. વળી હિંસાથી વૈરાનુબંધ પણ વધે છે. (આચારાંગ સૂત્ર-૧૭માં પણ કહ્યું છે કે–) તે “હિંસાવૃત્તિ” હિંસા કરનાર જીવના અહિતને માટે થાય છે. તેને અબોધિના કારણભૂત થાય છે. ભવાંતરમાં અનેક કટુ પરિણામોને ભોગવે છે. તેથી જીવહિંસા ન કરવી અને થઈ જાય તો આ સૂત્ર દ્વારા તે-તે હિંસાનું “મિચ્છા મિ દુક્કડં' આપવાનું સૂચન કરેલ છે.
જીવહિંસાનો ત્યાગ કરવા માટે જીવના સ્વરૂપની જાણકારી જરૂરી છે. જીવો કેટલા છે? કયા કયા છે? તેનું જ્ઞાન પણ જરૂરી છે. જેની આ સૂત્રમાં આછેરી ઝલક જોવા મળે છે. “જીવવિચાર"ની ગાથા ૪૫ થી ૪૭માં પણ જીવોની યોનિઓની સંખ્યા ૮૪ની બતાવી છે. પછી ગાથા-૪લ્માં કહ્યું છે કે, “યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ-અનંત કાળ ભમ્યા છે અને હજુ ઘણો વખત સુધી ભમ્યા કરશે.” તેથી સંસારભ્રમણ અને હિંસાના દુષ્પરિણામોથી બચવા માટે આ ૮૪ લાખ યોનિમાંના કોઈ જીવની હિંસા કરી હોય, કરાવી હોય કે અનુમોદી હોય તો તેનું મિથ્યાદુકૃત આપવું જોઈએ તે આ સૂત્રનો સાર છે.
૦ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :
દેવસિક આદિ પાંચે પ્રતિક્રમણમાં શ્રાવકોને આ સૂત્રનો પાઠ બોલવાનો આવે છે. દિવસ કે રાત્રિ સંબંધી આલોચના કર્યા પછી અને વંદિતુ સૂત્ર પૂર્વે તે પ્રતિક્રમણમાં બોલાય છે, શ્રમણ ક્રિયામાં શ્રમણોને આ સૂત્ર બોલવામાં આવતું નથી. શ્રાવકોને પણ પૌષધ ગ્રહણ કર્યો હોય ત્યારે આ સૂત્ર બોલવામાં આવતું નથી. પૌષધધારી શ્રાવકો