________________
“સાત લાખ' સૂત્ર-વિવેચન
૫૯
પન્નવણા સૂત્ર-૧૬૧થી જાણવા.)
પરિસર્પ સ્થલચરના બે મુખ્ય પેટભેદો કહ્યા છે – (૧) ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ (આ બંનેના પણ પેટાભેદો અને પેટા-પેટાભેદો પન્નવણા સૂત્ર-૧૬થી જાણવા.)
– સ્થલચર પંચેન્દ્રિયના પણ ગર્ભજ અને સંમૂર્ણિમ બે ભેદો છે. ઇત્યાદિ કથન જલચર પંચેન્દ્રિય મુજબ જાણવું
(૩) ખેચર પંચેન્દ્રિય તિર્યંચના ચાર મુખ્ય ભેદો કહ્યા છે – ચર્મપક્ષી, લોમપક્ષી, સમુગક પક્ષી અને વિતત પક્ષી. (આ ચારે પક્ષીઓના પણ અનેક પેટા ભેદો છે, જે પન્નવણા સૂત્ર-૧૬૩ થી ૧૬૫ થકી જાણવા.).
– ખેચર પંચેન્દ્રિયના પણ ગર્ભજ અને સંમૂઈિમ બે ભેદો છે. ઇત્યાદિ કથન જલચર પંચેન્દ્રિય મુજબ જાણવું
• ચૌદ લાખ મનુષ્ય :- મનુષ્યોની યોનિ ચૌદ લાખની કહી છે. – મનુષ્યોના મુખ્ય બે ભેદો છે – (૧) સંમૂર્ણિમ, (૨) ગર્ભજ.
– સંમૂર્ણિમ મનુષ્યોના પેટા ભેદ નથી. તે મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. અંતર્મુહૂર્ત આયુષ્ય માત્રના હોય છે.
ગર્ભજ મનુષ્યોના ત્રણ ભેદો કહ્યા છે. (૧) કર્મભૂમિજ, (૨) અકર્મભૂમિ, (૩) અંતર્લીપજ.
કર્મભૂમિ-૧૫ છે, અકર્મભૂમિ-૩૦ છે. તે સંબંધી વિવરણ સૂત્ર-૧૧ “જગ ચિંતામણિ” સૂત્ર-૧૫ અને સૂત્ર-૨૨થી જાણવું
અંતર્લીપ-૫૬ છે. (જો કે પન્નવણા સૂત્ર-૧૬૬માં તેનો ૨૮ નામો આપેલા છે. જીવાજીવાભિગમ સૂત્ર-૧૪૨માં પણ તેમજ છે.
આ રીતે ૧૫ + ૩૦ + ૫૬ મળીને મનુષ્યોના ૧૦૧ ભેદો થાય છે. જેની અહીં ૧૪ લાખ યોનિ બતાવેલ છે.
– આ સિવાય મનુષ્યોના આર્યો અને મ્લેચ્છ એવા જાતિ આશ્રિત બે મુખ્ય ભેદો કહ્યા છે. મ્લેચ્છોના પણ અનેક પેટા ભેદો કહ્યા છે (જે પન્નવણા સૂત્ર-૧૬૬ થી જાણવા.)
- આર્યોના બે મુખ્ય ભેદ છે – ઋદ્ધિપ્રાપ્ત, અવૃદ્ધિપ્રાપ્ત.
– અમૃદ્ધિ પ્રાપ્ત આર્યોના નવા મુખ્ય ભેદો કહ્યા છે – (૧) ક્ષેત્રાર્ય (૨) જાતિ આર્ય (3) કુલાર્ય, (૪) કર્માર્ય, (૫) શિલ્પાર્ય, (૬) ભાષાર્ય, (૭) જ્ઞાનાર્ય, (૮) દર્શનાર્ય, (૯) ચારિત્રાર્ય. (આ બધાંના અનેક પેટા ભેદો છે તે પન્નવણા સૂત્ર ૧૬૩ થી ૧૯૦ થકી જાણવા)
એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંડે – સાત લાખ પૃથ્વીકાયથી લઈને ચૌદ લાખ મનુષ્યો સુધી જીવોની ચોર્યાશી લાખ યોનિ સૂત્રકારે અહીં બતાવી છે. આ ચોર્યાશી લાખ જીવ યોનિમાંથી કોઈપણ જીવને...