________________
સાતલાખ” સૂત્ર-વિશેષ કથન
૬૧
કે શ્રમણો રાત્રે સંથારાપોરિસિ ભણાવે છે ત્યારે તેમાં આવતી ગાથા – પિઝ વમવિ. માં સર્વે જીવનિકાયની સાથે ખમત-ખામણા કરવામાં આવે છે અને સિદ્ધની સાક્ષીએ તેમાં કબૂલવામાં આવે છે કે મારે કોઈ વૈરભાવ નથી.
૦ આ સૂત્રનો આરાધનામાં ઉપયોગ :
નિત્ય ક્રિયા રૂપે નહીં પણ નૈમિત્તિક કે વિશિષ્ટ આરાધના રૂપે જ્યારે “સમાધિમરણ” કે “અંતિમ આરાધના કરાય છે ત્યારે તેમાં પણ આ સૂત્ર ઉપયોગી બની શકે છે. સોમસુંદર સૂરિ રચિત “પર્યત આરાધના', વિનયવિજયજી રચિત “પુન્ય પ્રકાશનું સ્તવન”, માણિજ્યસિંહ સૂરિ રચિત “અમૃતપદ આરાધના સ્તવન" આદિમાં આરાધના સંબંધી દશ અધિકારોનું વર્ણન આવે છે. જે મુજબ (૧) અતિચાર આલોચના, (૨) વ્રત સ્મરણ કે ગ્રહણ પછીનો ત્રીજો અધિકાર આવે છે “જીવખામણા' આ “જીવખામણા' કરતી વખતે સામાન્ય જ્ઞાનવાળા આરાધકો “સાત લાખ” સૂત્રના પાઠ દ્વારા જીવ ખામણા કરી શકે છે.
- સૂત્ર-નોંધ :
– આ સૂત્રની ભાષા ગુજરાતી છે. તેથી આગમોમાં પ્રત્યક્ષરૂપે આ સૂત્રનું કોઈ આધારસ્થાન મળી શકે નહીં
– સાક્ષીપાઠ રૂપ આધારોની નોંધ લેવી હોય તો – સમવાયાંગ સૂત્રના સમવાય૮૪ સૂત્ર-૧૬૩માં ૮૪ લાખ યોનિની નોંધ મળે છે. તેની અભયદેવસૂરિજી કૃત્ વૃત્તિમાં આ ૮૪ લાખનું વિભાજન કર્યું છે તેમાં જણાવે છે કે, પૃથ્વી, ઉદક, અગ્નિ, વાયુ ચારેની પ્રત્યેકની સાત-સાત લાખ યોનિઓ છે, વનસ્પતિકાયમાં પ્રત્યેકની દશ અને સાધારણની ચૌદ લાખ યોનિઓ છે, વિકસેન્દ્રિયની ત્રણેની બે-બે લાખ, નારક, તિર્યંચ, દેવતાની ચાર-ચાર લાખ અને મનુષ્યની ચૌદ લાખ યોનિ જણાવેલી જ છે.
– “જીવવિચાર' પ્રકરણમાં ગાથા-૪૫ થી ૪૭માં પણ તેના સાક્ષીપાઠ મળે જ છે.
– જીવાજીવાભિગમ અને પન્નવણા ઉપાંગ સૂત્રમાં તેની સાક્ષી મળે છે (જો કે પન્નવણામાં આપેલ કુલ કોટિસંખ્યા આ સંખ્યાથી તદ્દન ભિન્ન છે.)