________________
અઢાર પાપસ્થાનકો-શબ્દજ્ઞાન
૬૩
માયામૃષાવાદ - કપટપૂર્વક જૂઠું બોલીને છેતરપીંડી કરવી તે મિથ્યાત્વશલ્ય - મિથ્યાત્વ દોષ, કુદેવ-કુગુરુ-કુધર્મ સેવન.
અઢાર પાપસ્થાનક - અઢાર પ્રકારના પાપ થવાના સ્થાનો સેવ્યું હોય - આચર્યું હોય
તેવરાવ્યું હોય - આચરાવ્યું હોય સેવતા અનુમોઘુહોય - આવું આચરણ અંતરથી સારુ માન્યુ હોય મિચ્છા મિ દુક્કડં – મારુ દુષ્કૃત મિથ્યા થાઓ, માફી માંગવી.
- વિવેચન :
- જેનું સેવન કરવાથી કે જે ભાવમાં રહેવાથી પાપ બંધાય તેવા સ્થાનોને પાપસ્થાનક કહે છે.
– આવા પાપસ્થાનકોની સંખ્યા અઢારની બતાવાઈ છે. – તેથી આ સૂત્ર “અઢાર પાપસ્થાનક” નામે ઓળખાય છે.
- આ એક પ્રકારે આલોચના પણ છે. તે દેવસિક અતિચારની આલોચના અને જીવહિંસા આલોચના (સાત લાખ) પછી બોલાય છે. તેથી તેને “અઢાર પાપસ્થાનક આલોચના' પણ કહેવાય છે.
– નવતત્ત્વોમાંનું એક તત્ત્વ “પાપતત્ત્વ' છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રકારે આશ્રવતત્ત્વ'ના બે ભેદ કહ્યા છે, જેમાં અશુભ આશ્રવને પાપ' નામથી ઓળખાવવામાં આવેલ છે. આ પાપતત્ત્વ' શેય અર્થાત્ જાણવા યોગ્ય છે, પણ તે હેય' હોવાથી જાણીને તેનો ત્યાગ કરવો.
૦ પા૫ - સામાન્ય શબ્દોમાં અશુભ પ્રવૃત્તિ અને વૃત્તિ તે પાપ છે. – નરકાદિ દુર્ગતિમાં પાડે તે “પાપ' કહેવાય છે. - જીવને મલિન કરે-રજયુક્ત કરે તે પાપ. – આત્માને બાંધે-આવરી દે તે પાપ કહેવાય છે. – જેના કારણે દુઃખ, અશાતાદિ અનુભવાય તે પાપ. – નિશીથ ચૂf - ઐશ્વર્ય કે જીવિતથી ભ્રંશ થવો તે પાપ.
– આવશ્યક વૃત્તિ - જે હિત કે કર્મને પીએ છે તે “પાપ' છે. અથવા પાપ એટલે જ કર્મ
– સાવાર વૃત્તિ - પાપરૂપ અનુષ્ઠાન તે પાપ અથવા જે જીવને પાડે છે કે બાંધે છે તે પાપ
– તરવૈઋત્તિજ વૃત્તિ - પાપ એટલે જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટ કર્મ – થાના વૃત્તિ - ઘાતિકર્મને જ પાપરૂપે ગણાવે છે. – નાથામહીં- વૃત્તિ - જે પુણ્યરૂપ નથી તે પાપ છે. – માવિત વૃત્તિ - પ્રાણાતિપાત આદિ પાપ કહેવાય છે. હવે પાપના સ્થાનરૂપ અઢાર ભેદોનું વર્ણન કરાય છે – • પહેલે પ્રાણાતિપાત :- પ્રાણાતિપાત પહેલું પાપસ્થાનક છે. ૦ પ્રાણાતિપાત - હિંસા, પ્રાણનો અતિપાત તે પ્રાણાતિપાત.