________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
૦ ‘વાદ' એટલે બોલવું, કહેવું અર્થ સૂચવે છે.
૦ પૃષાવાદ એટલે અપ્રિય બોલવું, અપથ્ય બોલવું કે અતથ્ય બોલવું તે. તેને ‘જૂઠ' નામથી ઓળખવામાં આવે છે.
૦ પૃષાવાદને અલિકભાષણ પણ કહે છે. કોઈ કારણ કે નિમિત્તથી જૂઠું બોલવું અથવા જે સ્વરૂપ હોય તેનાથી વિપરીત બતાવવું તે મૃષાવાદ. તે
સ્થાનાંTM સૂત્ર-૪૮ની વૃત્તિમાં કહ્યા પ્રમાણે મૃષા એટલે મિથ્યા અને વાદનો અર્થ કર્યો બોલવું તે. આ મૃષાવાદ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે કહ્યો છે. મૃષાવાદ ચાર પ્રકારે પણ કહ્યો છે—
(૧) અભૂતોદ્ભાવન :- જેમકે આત્મા સર્વગત છે. (૨) ભૂતનિાવ :- આત્મા છે જ નહીં.
(૩) વસ્તુ અંતર્વ્યાસ :- જેમકે ગાય હોય તેને ઘોડો કહેવો.
૬૫
(૪) નિંદા :- જેમકે “તું કોઢીયો છે” એવા વચનો કહેવા.
તત્ત્વાર્થ સૂત્ર માં કહ્યું છે કે - પ્રમાદથી અસત્ કે અયથાર્થ કહેવું તે અનૃત્ અર્થાત્ અસત્ય કે મૃષાવાદ છે.
www
-
પ્રશ્નવ્યારા સૂત્રમાં અસત્યના ૩૦ પર્યાય નામો કહ્યા છે. જેમકે – અલીક, શઠ, અન્યાય, અસત્, ગર્હણીય, અતૃજુક, વંચના, કિક્લિષ, વલય, ગહન, મન્મનાદિ. પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિ - સત્નો અપલાપ અને અસત્ની પ્રરૂપણા એ મૃષાવાદ છે.
૦ લઘુ દૃષ્ટાંત :- કોઈ કાળે વસુરાજાની મહાન્ સત્યવાદી રૂપે ઘણી ખ્યાતિ ફેલાયેલી. કોઈ દિવસે તેના ભૂતકાળના બે સહાધ્યાયીઓમાં ‘અજ' શબ્દના વિષયમાં ચર્ચા ચાલી. જ્યારે ‘પર્વત’ નામે મિત્ર વિદ્યાર્થીને ભણાવતો હતો. ત્યારે ભૂતપૂર્વ મિત્ર “નારદ’” મળવા આવ્યો તે વખતે પર્વત ‘અજ'નો અર્થ બકરો કર્યો અને વિદ્યાર્થીને કહ્યું કે યજ્ઞમાં ‘અજ' અર્થાત્ બકરાનો હોમ કરવો. તે વખતે નારદે તેને કહ્યું, મિત્ર પર્વત ! તું આવો અર્થ કેમ કરે છે ? આપણે બધાં સાથે ભણ્યા છીએ ‘અજ'ના અર્થ ડાંગર-ચોખા થાય છે. ડાંગરની આહૂતિ આપી યજ્ઞ કરવાનો છે. વિદ્યાર્થીઓને પણ થયું કે ‘ડાંગર’ અર્થ યોગ્ય છે, પણ ‘પર્વત’ને પોતાનું અપમાન લાગ્યું. ત્યારે નારદ અને પર્વત બંને પોતાના સહાધ્યાયી વસુરાજા પાસે ગયા. તેની સત્યવાદીરૂપે ખ્યાતિ હતી.
---
આ તરફ પર્વતે ઘેર આવીને માતાને વાત કરી. માતાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, બેટા ! તેં આ શું કર્યુ ? યજ્ઞમાં શું બકરો હોમાય છે ? તેં આટલું પણ ન વિચાર્યુ ? પછી તેણી પર્વત સાથે કંઈક ગુપ્ત વાત કરી વસુરાજા પાસે ગઈ. તેણે કંઈક જૂઠી વાત કરી રાજાને પીગળાવ્યો. પોતાના પુત્રના જીવન માટે ભીખ માંગી. જ્યારે પર્વત અને નારદ તેની પાસે આવ્યા, રાજા પાસે “અજ” શબ્દનો અર્થ પૂછ્યો ત્યારે વસુરાજાએ પર્વતનો પક્ષ લીધો અને અસત્યવાદી બન્યો. ત્યારે ક્ષેત્રદેવીએ રોષાયમાન થઈ તેને રાજસિંહાસનેથી નીચે પાડી દીધો. લોહી વમતો તે રાજા ત્યાં મૃત્યુ પામ્યોને નરકે ગયો.
3 5