________________
સાતલાખ' સૂત્ર-વિવેચન
૫૫ - (૧) વૃક્ષ-આંબો વગેરે, (૨) ગુચ્છ-રીંગણી વગેરે, (૩) ગુલ્મ-નવમલ્લિકા વગેરે. (૪) લતા-ચંપકલતા વગેરે, (૫) વેલો-કાકડી વગેરે, (૬) પર્વગ-શેરડી વગેરે, (૭) તૃણ-ડાભ-ઝાંઝવો વગેરે, (૮) વલય, કેળ, કેરડી વગેરે, (૯) હરિત-મેથી, તાંદળજો વગેરે, (૧૦) ઔષધિ-ધાન્ય વગેરે, (૧૧) જલરુહ-કમળ વગેરે અને (૧૨) કુહણ-છત્રૌક, વંસી વગેરે.
• ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય :– સાધારણ વનસ્પતિકાયની યોનિ ચૌદ લાખ છે.
– સાધારણ વનસ્પતિકાયના અનેક ભેદો છે. તેમાં અનંતકાય રૂપ એવા બત્રીશ ભેદો આ પ્રમાણે પ્રસિદ્ધ છે –
(૧) સર્વ પ્રકારના કંદ-સૂરણ આદિ, (૨) વજકંદ, (૩) લીલી હળદર, (૪) લીલો આદુ, (૫) લીલો કચૂરો, (૬) શતાવરી, (૭) વિરાલિકા, (૮) કુંવાર, (૯) થોર, (૧૦) ગળો, (૧૧) લસણ, (૧૨) વાંસકારેલા, (૧૩) ગાજર, (૧૪) લૂણી, (૧૫) પદ્મિની કંદ, (૧૬) ગરમર, (૧૭) કૂંપણ, (૧૮) ખીરસૂરા કંદ, (૧૯) થેગ, (૨૦) લીલી મોથ, (૨૧) ભમર છાલ, (૨૨) બિછુડો, (૨૩) અમૃતવેલ, (૨૪) મૂળાનો કંદ, (૨૫) બિલાડીના ટોપ, (૨૬) અંકુરા (પલાળેલા કઠોરમાં ફૂટતા કોંટા), (૨૭) વથુલાની ભાજી, (૨૮) પલંક શાક, (૨૯) શુકરવાલ, (૩૦) કૂણી આંબલી, (૩૧) આલુ, (૩૨) કૂણાં ફળ,
આ સિવાય પણ બીજા ઘણાં અનંતકાયનો ઉલ્લેખ મળે છે.
( બત્રીશ અનંતકાયના નામ અને ક્રમ વિશે શાસ્ત્રમાં અને ગ્રંથોમાં ભેદ જોવા મળે છે, તેથી બ્રમમાં પડવું નહીં)
આ છ પદોમાં પાંચ સ્થાવરકાયના નામો અને અર્થ કહ્યો. તે સિવાય “જીવ વિચાર પ્રકરણની કેટલીક માહિતી અત્રે નોંધીએ છીએ - તે આ પ્રમાણે
૦ પ્રત્યેક વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાય વગેરે પાંચે સ્થાવર જીવો અંતર્મત આયુષ્યવાળા તથા સૂક્ષ્મ ભેદે આખાયે લોકમાં વ્યાપ્ત છે – (જીવવિચાર ગાથા-૧૪)
૦ વનસ્પતિકાય નામના જીવ સમૂહમાં અનંત જીવો હોય છે. બાકીના કાર્યમાં અસંખ્ય-અસંખ્ય જીવો હોય છે.
૦ પૃથ્વીકાયાદિ છ કાયના જીવોના નામો અને તેનું વિવેચન “જીવવિચાર"ની ગાથા ૩ થી ૧૧માં જોઈ શકાશે.
૦ ઉપરોક્ત ગાથા ૩ થી ૧૧માં જણાવેલા નામો બાદર પૃથ્વીકાયાદિના છે. તેમાં પ્રત્યેક વનસ્પતિકાયમાં સૂક્ષ્મ એવો ભેદ નથી, બાકીના પાંચે - પૃથ્વી, અપુ, તેઉ, વાઉ, સાધારણ વનસ્પતિ એ પાંચે કાયના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. આ બધાનાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બબ્બે ભેદો છે.
– બાદરજીવ એટલે એક કે ઘણાં શરીરો ભેગાં થવાથી જે નજરે જોઈ શકાય તેવા જીવા
– સૂક્ષ્મ જીવ એટલે ઘણાં શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી અર્થાત્