________________
સાત લાખ' સૂત્ર-વિવેચન
૫૩
ભેદ - ત્રણ પદોમાં મૂક્યા.
(૩) ત્રીજું - પંચેન્દ્રિયને આશ્રીને તેના ચાર ભેદ ચાર પદોમાં મૂક્યા.
એ રીતે કુલ ૧૩ પદોમાં આ જીવોને સંક્ષેપમાં ઓળખાવ્યા છે. (જો કે આ દરેક જીવો સંબંધી વિવિધ પ્રકારે જે અનેકવિધ માહિતી જીવાજીવાભિગમ, પન્નવણા, આચારાંગ, સ્થાનાંગ આદિ આગમોમાં જોવા મળે છે તેનો અહીં સમાવેશ થયો નથી, તેથી વિવેચનમાં પણ અમે માત્ર સામાન્ય ઓળખથી જ આ જીવો વિશે માહિતી આપી છે.)
• સાત લાખ પૃથ્વીકાય :- જેનું શરીર પૃથ્વીરૂપ છે તેવા જીવોની યોનિ સાત લાખ છે. - પૃથિવી જેની કાયા કે શરીર છે તે પૃથિવી કે પૃથ્વી-કાય. - પૃથ્વીકાયના મુખ્ય બે ભેદો છે - (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. - સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વલોક વ્યાપી છે અને – બાદર પૃથ્વીકાય લોકના અમુક ભાગમાં રહેલા છે. - બાદર પૃથ્વીકાયના મુખ્ય બે ભેદ છે શ્લષ્ણ અને ખર.
– શ્લષ્ણ બાદર પૃથ્વીકાયના સાત ભેદ છે – (૧) કૃષ્ણ કૃતિકા, (૨) નીલ મૃતિકા, (૩) લોહિતકૃતિકા, (૪) હારિદ્રકૃતિકા, (૫) શુક્લ કૃતિકા (૬) પાંડુ મૃતિકા, (૭) મનક કૃતિકા.
– ખર બાદર પૃથ્વીકાયના અનેક ભેદો કહ્યા છે. જેવા કે
શુદ્ધ પૃથ્વી, કાંકરા, રેતી, નાના પત્થર, શિલા, લવણ, ખારો, લોખંડ, ત્રાંબુ, જસત, સીસું રૂ૫. સોનું, વજરત્ન, હરતાળ, હિંગળો, મણશિલ, પારો, અંજનરત્ન, પ્રવાલ, અભ્રક, અભ્ર વાલુકા, રત્નો, અરણે, તેજંતુરી ઇત્યાદિ.
• સાત લાખ અપકાય :– જેનું શરીર પાણીરૂપ છે, તેવા જીવોની યોનિ સાત લાખ છે. – અએટલે પાણી, તે જેનું શરીર છે તે અપૂકાય કહેવાય. – અપૂકાય જીવોના બે ભેદ છે – (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. – બાદર અપકાય જીવો અનેક પ્રકારના કહ્યા છે. જેમકે
ઝાકળ, બરફ, ધુમ્મસ, કરા, વનસ્પતિ પરના જળબિંદુ, શુદ્ધોદક, શીતોદક, ઉષ્ણોદક, સારોદક, ખટ્ટોદક, અશ્લોદક, લવણોદક, વરુણોદક, શીરોદક, ઇશ્ક, રસોદક તે સિવાય બીજી રીતે કહીએ તો - ભૂમિનું પાણી, આકાશનું પાણી, ધુમ્મસ, ઘનોદધિ ઇત્યાદિ.
• સાત લાખ તેઉકાય :– જેનું શરીર અગ્નિરૂપ છે, તેવા જીવોની યોનિ સાત લાખ છે.
– તેઉ-નો અર્થ તેજસ કે અગ્નિ છે. તે રૂ૫ જેનું શરીર છે તે તેઉકાય કહેવાય છે. તેના બે મુખ્ય ભેદ છે – સૂક્ષ્મ અને બાદર,
– બાદર તેઉકાયના અનેક ભેદો કહ્યા છે. જેમકે–