________________
જદ
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
(૧૧) ભજંત :- ગુર મને ભજે છે-સેવે છે અને સેવશે માની વાંદે. (૧૨) ભય :- વંદન નહીં કરું તો ગુરુ સંઘાદિ બહાર કાઢશે માની વાંદે. (૧૩) મૈત્રી :- ગુરુ સાથે મૈત્રી છે કે મૈત્રી થશે તેમ માની વાંદે. (૧૪) ગૌરવ :- ગુરુવંદન વિધિમાં હું કુશળ છું માની ગર્વથી વાંદે. (૧૫) કારણ :- જ્ઞાનાદિ કારણ સિવાય વસ્ત્રાદિ લાભ માટે વાંદે. (૧૬) સ્તન :- લઘુતા ન થાય માની ચોરની માફક છુપાઈને વાંદે. (૧૭) પ્રત્યેનીક :- વંદના નહીં કરવાના અવસરે વંદના કરે. (૧૮) રાષ્ટ :- ગુરુ રોષમાં હોય કે પોતે પુષ્ટ હોય ત્યારે વાં. (૧૯) તર્જના :- વચન કે કાયા દ્વારા તર્જના કરતો વાંદે. (૨૦) શઠ :- કપટથી વિશ્વાસ ઉપજાવવા વાંદે કે બહાનાથી ન વાંદે. (૨૧) હીલિત :- વચન વડે અવજ્ઞા કે હેલણા કરીને વાંદે. (૨૨) વિપરિકંચિત :- થોડી વંદના કરી વચ્ચે દશકથાદિ કરવા માંડે. (૨૩) દ્રષ્ટાદ્રષ્ટ :- બધાં વચ્ચે છુપાઈ રહે ને ગુરુ દેખે તો વાંદવા માંડે.
(૨૪) શૃંગ :- આવર્ત વખતે મસ્તકના મધ્યભાગને બદલે પશુના શીંગડાની માફક ડાબા-જમણા પડખે વાંદે.
(૨૫) કર :- વંદનને “ટેક્સ ચૂકવવાનો છે માનીને ગુરુને વાંદે.
(૨૬) કરમોચન :- દીક્ષા લીધી માટે લૌકિક કરથી છુટ્યા પણ અરિહંતના કરમાંથી ક્યાં મુક્તિ મળે ? તેમ માની વાંદે.
(૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ :- આવર્ત કરતી વખતે રજોહરણ અને લલાટ બંનેનો સ્પર્શ કરવો જોઈએ તે યથાવિધિ ન કરે.
(૨૮) જૂન :- સૂત્રના વર્ણ પદ કે પચ્ચીશ આવશ્યક ન્યૂન કરી વાંદે. (૨૯) ઉત્તરચૂડા :- વંદન પછી મોટા અવાજે મલ્યુએણ વંદામિ કહે. (૩૦) મૂક :- મૂંગા માફક અસ્પષ્ટ કે અપ્રગટ ઉચ્ચાર કરી વાંદે. (૩૧) ઢઢર :- ઘણા મોટા સાદે બોલીને વંદન કરે. (૩૨) ચૂડલિ :- ઓઘાને છેડેથી પકડી ચૂડલી જેમ ઘુમાવે. આ પ્રમાણે બત્રીશ દોષને ટાળીને ગુરુવંદન કરવું. ૦ વંદનથી થતા છ ગુણ :
આવશ્યક નિર્યુક્તિ-૧૨૧૫. તેની વૃત્તિ, પ્રવચન સારોદ્ધાર-વંદનદ્વાર ગાથા૧૦૦, ગુરુવંદન ભાષ્ય-૨૭ આદિ મુજબ :
ગુરુને વંદન કરવાથી છ ગુણ ઉત્પન્ન થાય છે. તે આ રીતે– (૧) વિનયોપચાર :- વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. (૨) માનભંજન :- અભિમાન, અહંકારાદિનો નાશ થાય છે. (૩) ગુરુપૂજા :- ગુરુજનની સમ્યક્ પૂજા કે સત્કાર થાય છે. (૪) આજ્ઞા આરાધન :- તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન થાય. (૫) શ્રતધર્મ આરાધન :- વંદનપૂર્વક જ શ્રુત ગ્રહણ થાય છે.