________________
૪૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩ (૬) આલોચના માટે - કોઈ અતિચારાદિની આલોચના-પ્રાયશ્ચિત્ત આદિ કરવા માટે ગુરુને વંદના કરવી.
(૭) સંવર માટે :- સંવર અર્થાત્ પ્રત્યાખ્યાન સવારના કે સાંજના નિત્ય પચ્ચક્ખાણ માટે પૂર્વે ગુરુવંદન કરવું તે.
(૮) ઉત્તમાર્થ માટે :- અનશન, સંલેખણા આદિ ઉત્તમાર્થની સાધના માટે (અનશન અંગીકાર કરવા માટે) ગુરુવંદન કરવું તે.
સાવરક નિજિ - ૧૨૦૧માં જણાવે છે કે, પ્રતિક્રમણનાં-૪ ને સ્વાધ્યાયનાં૩ એ ૭ વંદન દિવસના પૂર્વાર્ધનાં તથા ઉત્તરાર્ધના મળી-૧૪ ધ્રુવવંદન છે.
નિત્યક્રિયામાં સાધુ-સાધ્વીને બપોરે પડિલેહણાની ક્રિયામાં વાંદણા આવે છે તે પચ્ચક્ખાણ વંદન અંતર્ગત્ ગણાય છે.
તે સિવાય વડીલને દ્વાદશાવર્ત (બ્રહ) વંદન કરે ત્યારે શ્રાવકો પૌષધમાં “રાઇમુહપતી-પડિલેહણ” વિધિ કરે ત્યારે પણ વાંદણા આપે છે. (ગુરુવંદન કરે છે.)
૦ વંદનના પચ્ચીશ આવશ્યક :
આવશ્યક નિર્યુક્તિ-૧૨૦૨ થી ૧૨૦૬ પ્રવચન સારોદ્વાર-વંદનહાર ગાથા૯૮, ગુરુવંદન ભાષ્ય-૧૮ યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં આ વર્ણન આવે છે.
(૧) અવનત-૨, (૨) યથાજાત-૧, (૩) આવર્ત-૧૨, (૪) શિરનમન-૪, (૫) ગુતિ-૩, (૬) પ્રવેશ-૨, (૭) નિષ્ક્રમણ-૧. એ પ્રમાણે આ સાત બાબતો થઈને પચ્ચીશ આવશ્યક થાય છે.
(૧) અવનતિ - ગુરુ મહારાજને પોતાની વંદન કરવાની ઇચ્છા જણાવવા રૂછમ થી નિરિયા| પદો બોલે ત્યારે શરીર સહિત જે કિંચિત્ મસ્તક નમાવવું તે “અવનત” કહેવાય. બંને વંદન વખતે આ રીતે મસ્તક નમાવાય તે બે અવનત કહેવાય
(૨) યથાનાત- ૧ :- “યથા જાત' એટલે જન્મ સમયની અવસ્થા. જન્મ બે પ્રકારે ગણાય (૧) સાધુપણું સ્વીકારે તે, (૨) ગર્ભથી જન્મ થાય છે. તેમાંથી અહીં સાધુપણાનો અર્થાત્ દીક્ષાજન્મ લેવો.
1 દીક્ષા લેતી વખતે જેમ ચોલપટ્ટ, રજોહરણ, મુહપતિ એ ત્રણ ઉપકરણ જ હોય, તેમ હાદશાવર્ત વંદન વખતે પણ એ ત્રણ ઉપકરણ પૂર્વક જ વાંદણા દેવાય. (કપળો ઓઢવો કે ખભે રાખવો તે બંને અવિધિ જ છે.) વળી જન્મ વખતે જેમ કપાળે લગાડી રાખેલ બે હાથની અંજલિ હોય, તેમ વાંદણા સૂત્રમાં (વિશેષ વિધિ સિવાયના સમયે) બે હાથની અંજલિ જોડી કપાળે રાખવી.
(૩) કાવર્ત -૧૨ :- બાર આવર્તનું વર્ણન સૂત્રમાં કહોછાવું છાય આદિ પદોની વિવેચનમાં કરેલ છે તે જોવું.
(૪) ફિરોનમન :- સંપૂર્ણતયા શિરને નમાવવા રૂપ શિરોનમન. આ “શિરોનમન' વિશે બે મત પ્રસિદ્ધ છે.
(૪-૧) - સૂત્રમાં સંછાણં બોલી પહેલું શિરનમન કરે, બીજું સૂત્રમાં જ્યારે વામિ મસમો ટેસિડેયં વદનં બોલતા કરે તે બીજું શિરોનમન આ પ્રમાણે બે