________________
૪૩
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિશેષ કથન
આવશ્યક નિર્યુક્તિ-૧૧૯૮, ગુરુવંદન ભાષ્ય-૧૫, પ્રવચન સારોદ્ધાર-વંદન દ્વાર ગાથા-૧૨૪ વંદન ક્યારે ન કરવું ?
(૧) ગુરુ જ્યારે ધર્મકાર્ય કે વ્યાખ્યાનાદિમાં વ્યાકુળ હોય (૨) સન્મુખ ન બેઠેલા હોય, મુખ બીજી તરફ હોય. (૩) નિદ્રા આદિ પ્રમાદમાં વર્તતા હોય. (૪) આહાર-પાણી કરતા હોય કે કરવાની ઇચ્છાવાળા હોય. (૫) સ્પંડિલ માત્રુ કરતા હોય કે કરવાને તૈયાર થાય હોય
આ પાંચ સમયે વંદન ન કરે કેમકે, એ સમયે વંદન કરવાથી અનુક્રમે ધર્મમાં અંતરાય, અનુપયોગ, ક્રોધનો સંભવ, આહારમાં અંતરાય અને ચંડિલ-માત્રમાં બાધા થાય છે.
૦ વંદન-અનિષેધ સ્થાન :
આવશ્યક નિર્યુક્તિ-૧૧૯૯, ગુરુવંદન ભાષ્ય-૧૬, પ્રવચન સારોદ્ધાર-વંદન વાર ગાથા-૧૨૫ મુજબ વંદન ક્યારે કરવું ?
(૧) ગુરુ જ્યારે પ્રશાંત અર્થાત્ અવ્યગ્ર ચિત્તવાળા હોય. (૨) આસન પર બેઠેલા હોય (૩) ઉપશાંત અર્થાત્ ક્રોધાદિ રહિત હોય (૪) વંદન કરનારને “છેદેણ' આદિ વચનો કહેવા ઉદ્યત હોય.
આવા સંજોગોમાં વંદન કરનાર બુદ્ધિમાન શિષ્ય ગુરુની આજ્ઞા માગીને વંદન કરવું જોઈએ.
૦ વંદનના કારણો :
આવશ્યક નિર્યુક્તિ-૧૨૦૦ અને ગુરુવંદન ભાષ્ય-૧૭ મુજબ આઠ કારણે વંદન નિયમા કરાય છે.
(૧) પ્રતિક્રમણ માટે - પ્રતિક્રમણ ક્રિયામાં ચાર-ચાર વખત બે-બે વાંદણા દેવાય છે, તે પ્રતિક્રમણમાં વંદન. (આ વિધાન દેવસી અને રાઈ પ્રતિક્રમણને આશ્રીને છે. પમ્બિ આદિમાં આઠ વખત વાંદણા આવે.)
(૨) સ્વાધ્યાય માટે - ગુરૂ પાસે વાચના લેતી વખતે ગુરુને ત્રણ વખત વંદન કરાય છે. (આ વાંદણા યોગ કરતી વખતે પઠવણ, પવેયણા અને પઠન બાદ કાળવેળાનું ગુરુવંદનને આશ્રીને છે.)
(૩) કાઉસ્સગ્ગ માટે :- યોગોઠહન વખતે આયંબિલની પાલી પલટી નીવીરૂપ પચ્ચકખાણ કરવા માટે જે કાઉસ્સગ્ન કરવાનો હોય છે તે પૂર્વે વાંદણા દેવાના હોય છે તે
(૪) અપરાધ ખામણા માટે - ગુરુ પરત્વે થયેલ અપરાધને ખમાવવા માટે પહેલા ગુરુવંદન કરવાનું હોય છે તે.
(૫) વડીલ મહેમાનમુનિ માટે – પ્રાણુણા અર્થાત્ મહેમાન એવા વડીલ સાધુ પધારે ત્યારે વંદના કરવી.