________________
૨૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
અવગ્રહની બહાર નીકળવાનું હોય છે, ફરી મિત અવગ્રહમાં પ્રવેશવાની આજ્ઞા લઈને બીજી વખત વાંદણા આપવામાં આવે છે, પણ બીજી વખત હવે પછીનો આખો પાઠ અવગ્રડમાં રહીને જ બોલવાનો હોય છે. તેથી વિક્સાઈ પદ બોલાતું નથી.
સારાંશ એ કે હવે પછીનો સંપૂર્ણ પાઠ બીજા વાંદણામાં અવગ્રહમાં રહીને જ બોલાય છે. જ્યારે પહેલા વાંદણામાં આ પાઠ વક્ષિકાઈ બોલ્યા પછી અવગ્રહ બહાર જઈને બોલાય છે.
• શ્વામિ નામનો! ફેસિ વગં - હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી મારો જે કંઈ અપરાધ થયો હોય તેની હું ક્ષમા માંગુ છું - ખમાવું છું.
૦ સ્વામિ - ખમાવું છું, માફી માંગુ છું. ૦ માસમળો - હે ક્ષમાશ્રમણ ! - આ શબ્દનું વિવેચન સૂત્ર-૩ “ખમાસમણમાં જોવું. ૦ સેસિ - દિવસ સંબંધી, દિવસમાં થયેલો તે દિવસિય. ૦ વમં - વ્યતિક્રમને, અપરાધને
– યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવે છે કે, “અવશ્ય કરવા યોગ્ય યોગની વિરાધનારૂપ અપરાધ તે વ્યતિક્રમ કહેવાય છે.
-૦- આ સમગ્ર વાક્યનો અર્થ આ પ્રમાણે છે - હે ક્ષમા આદિ ગુણયુક્ત શ્રમણ ! આજે આખા દિવસમાં અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનોમાં થયેલ વિરાધનારૂપ મારા અપરાધોને ખમાવું છું - આપની પાસે તેની ક્ષમા માંગુ છું. (ત્યારે ગુરુ તેને કહે છે–).
હિમવિ વામન - હું પણ તને ખમાવું છું અર્થાત્ પ્રમાદથી આખા દિવસમાં તારા પ્રત્યે હિતશિક્ષા આદિમાં પણ અવિધિ આદિ કરવા રૂપ જે કોઈ અપરાધ થયો હોય તેને હું ખમાવું છું.
આટલો વિધિ થયા પછી પગ પાછળની ભૂમિ પ્રમાર્જન કરીને ‘આવસિઆએ પદ બોલતા અવગ્રહમાંથી બહાર નીકળે.
૦ વાસાણ - આવશ્યક ક્રિયા માટે. – આવશ્યક કરવાના હેતુથી હું અવગ્રહની બહાર નીકળું છું.
– અહીં ‘આવસ્સિઆએ” પદ નિષ્ક્રમણ ક્રિયાના નિર્દેશ માટે મૂકાયેલું છે. પણ બીજી વખતના વાંદણામાં અવગ્રહની બહાર નીકળવાનું હોતું નથી, માટે તેમાં આવસ્લેિઆએ' પદ બોલાતું નથી.
– આવશ્યકી એટલે આવશ્યક સંબંધી આવશ્યકને લગતી. - અવશ્ય કરવા યોગ્ય તે “આવશ્યક'. - અહીં આવશ્યક્રૂત્ર- ૧૦ની વૃત્તિમાં જુદી જ રીતે અર્થ કરાયો છે –
“ત્યારપછી શિષ્ય પ્રણામ કરીને જ ખમાવીને આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ત વડે આત્માની શુદ્ધિ કરે, “ફરી હું એવો અપરાધ નહીં કરું અને આત્માની શુદ્ધિ કરીશ” એવી બુદ્ધિથી અવગ્રહમાંથી બહાર નીકળતો “આવઆિએ”