________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન
૩૩
આશાતના, કવ્યાદિ ભેદે ચાર આશાતના પણ જોવા મળે છે.
• = વિવિ મિચ્છા! - જે કોઈ મિથ્યાભાવરૂપ આશાતના થઈ હોય, તેના વડે. ૦ નંવિત્તિ - જે કાંઈ ૦ મિચ્છU - મિથ્યાભાવથી – આ પદ આશાતનાનું વિશેષણ હોવાથી તૃતિયામાં છે.
- યોગશાસ્ત્ર વિવરણમાં કહે છે કે, “જે કાંઈ ખરાબ કે ગમે તેવું નિમિત્ત પકડીને ખોટા ભાવથી કરી હોય, તેવી આશાતનાથી.
• મUકુડા વચલુડા વાવકુડા - મન સંબંધી, વચન સંબંધી અને શરીર સંબંધી પાપ-દુષ્કૃત રૂપ
૦ મહુડી - મન વડે કરાયેલી દુષ્કૃતરૂ૫ આશાતનાથી. - દુષ્ટ મનથી પ્રદ્વેષાદિ કરવા દ્વારા
– મન વડે કરાયેલી દુષ્ટતા તે મનની દુષ્ટતા, તેના વડે અર્થાત્ પ્રસ્વેષ આદિ ભાવો વડે કરાયેલી આશાતનાથી.
૦ વયેશ્ચિTU - વાણી વડે કરાયેલી દુષ્કૃતરૂપ આશાતનાથી – દુષ્ટ વચનથી, અસભ્ય-કઠોર વચનાદિ બોલવા દ્વારા
– વાગૂ-વાચાની દુકૃતતા વડે અર્થાત્ સભ્યતારહિત, કુર, કઠોર આદિ વચનના વ્યવહારોથી થયેલી આશાતના.
૦ છાયડુડા - કાયા વડે કરાયેલ દુષ્કૃતરૂપ આશાતનાથી
- કાયાથી નજીકમાં કે પાસે ચાલવું, બેસવું વગેરે દુષ્ટ કાયિક પ્રવૃત્તિ દ્વારા થયેલી આશાતનાઓથી.
– આસન, ગમન, સ્થાનાદિ નિમિત્તે થયેલું કાયાનું દુષ્ટ પ્રવર્તન, તે કાયાની દુષ્ટતા, તે રૂપ આશાતના વડે.
આ આશાતનાને જ સૂત્રકાર આગળ પેટા ભેદે જણાવે છે –
• વેદ માધામાથાતમાW - ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલી આશાતનાઓ વડે.
– ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર પદો આશાતનાના વિશેષણો છે અર્થાત્ ક્રોધાદિ ચારે કષાયો દ્વારા “વિનય ચૂકવો” ઇત્યાદિ રૂપે ગુરુની આશાતના કરી હોય.
– ક્રોધાદિ ચારે કષાયોનું સ્વરૂપ સૂત્ર-૨ “પંચિંદિય'માં જોવું
-૦- આ બધી દિવસે (કે રાત્રે) કરેલી આશાતનાઓ કહી હવે પખવાડિયું. ચોમાસુ કે વર્ષમાં કરેલી તથા આ ભવમાં કે અન્ય ભવોમાં કરેલી, કરાતી કે થનારી - ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની સઘળી આશાતના માટે સૂત્રકાર કહે છે–
સલૅનિગા - સર્વકાળ સંબંધી આશાતનાથી – સર્વકાળમાં ઉત્પન્ન થયેલી તે સર્વ કાલિકી આશાતના. – સર્વકાળમાં ભૂત-વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળનો સમાવેશ થાય છે.